શુભ સંકલ્પ
બિહારના એક નાનકડા ગામમાં હજારી નામનો એક ખેડૂત રહેતો હતો.તેણે જોયું કે અંધાધૂધ ઝાડ કપાવાના કારણે ગામની નજીકની સમસ્ત પ્રાક્રુતિક સંપદા નષ્ટ થઇ ચૂકી છે. તેણે ગામવાસીઓને સમજાવવાના ખૂબ પ્રયત્ન કર્યા પરંતુ કોઇ તેની વાત સાંભળવા તૈયાર ન થયું. કોઇને વાત માનતા ન જોઇને હજારીએ નિર્ણય કર્યો કે તે દરરોજ પોતાના ખેતરે આવતી-જતી વખતે બે આંબા વાવશે. એક વ્યક્તિના આ અદભૂત સંકલ્પનું એ સુપરિણામ આવ્યું કે તેની દેખાદેખીથી અનેક લોકોએ આવું કરવાનું શરૂ કરી દીધું.પોતાનું શરીર છોડવા સુધીમાં હજારી ખેડૂતે લગભગ 87,000 આંબા એ સ્થાન પર લગાવી દીધા હતા,જે સ્થાન પછીથી ‘ હજારીબાગ’ નામે પ્રસિધ્ધ થયું.
સાભાર:યુગશક્તિ ગાયત્રી, જુલાઇ -2016
- મૌલિક પટેલ
0 Comments