મોહમદ ઘોરી એક મોટીવેટર !!!!!!!!!!!!!!
મિત્રો કદાચ આ લેખનુ મથાળું વાંચી આપને લાગશે કે કદાચ મારું ચસકી ગયું તો નથી ને !!!!!!! પણ સંપૂર્ણ લેખ વાંચો એવી મારી નમ્ર અપીલ છે,
મારા માર્ગદર્શક મિત્ર દિલિપભાઇએ કહેલ વાર્તા આપની સમક્ષ રજૂ કરું છું. મોહમદ ઘોરીને ઇતિહાસના એક પાત્ર તરીકે આપણે જોઇએ ત્યારે આપણને એક તિરસ્કાર ઉત્પન્ન થાય તેવું પાત્ર છે .પ્રુથ્વીરાજ ચૌહાણ સામે તે સાત વખત હારેલો અને દરેક વખતે પ્રુથ્વીરાજે તેને માફ કર્યો હતો પરંતું આઠમી વખત જ્યારે તે જીત્યો તો તેણે પ્રુથ્વીરાજ ચૌહાણને માફ કર્યા વગર સજા આપી. અને તે સફળ થયો
મારી દ્રષ્ટીએ મોહમદ ઘોરી એક મોટીવેટર કઇ રીતે હોઇ શકે તે હવે શરૂ થાય છે.
• જ્યારે આપણે શાળામાં કોઇ નવતર કાર્ય કરતા હોઇએ અથવા અભ્યાસમાં સ્લો લર્નર બાળકોને ભણાવતા હોઇએ અને પ્રથમ વખતમાંજ જો નિષ્ફળતા મળે તો આપણે નાસીપાસ થઇએ છીએ.
• બીજા વખતના પ્રયાસમાં આપણે નિષ્ફળ થઇએ ત્યારે આપણી આસપાસના લોકો આપણને નાસીપાસ કરીને પજવી મૂકે છે.
• ત્રીજી વખત જ્યારે નિષ્ફળ થઇએ ત્યારે કુટુંબના સભ્યો આપણને ટોણા મારે છે અને અપશબ્દો કહે છે.
• ચોથી વખત આપણા સંતાનો પણ આપણને મેંણા-ટોણા મારીને પજવી મૂકે છે.
• પાંચમી વખત આપણું પોતાનું માણસ પતિ કે પત્ની આપણને પજવી મારે છે.
• છઠ્ઠી વખતની નિષ્ફળતા વખતે માતા-પિતા પણ સમજાવે છે કે હવે છોડ અને બીજું કામ કર.
• સાતમી વખતની નિષ્ફળતા વખતે પોતાનો આત્મવિશ્વાસ ગુમાવીને માણસ શસ્ત્રો મૂકી દે છે
વિચાર કરો જે માણસ સાત વખત હારેલ હોય એ માણસને સમાજમાં લોકો નિષ્ફળતાનો સમાનાર્થી તરીકે જોઇને મજાકનું માધ્યમ બનાવે છે પણ આઠમી વખત તો પરિસ્થિતિ તેની ગુલામ બની જઇને જાતે જ હારી જઇને પેલા માણસને જીત અપાવે છે.(વિચાર કરો મોહમદ ઘોરીને તેના રાજ્યના લોકો,અન્ય રાજાઓ,તેના સંતાનો,જેણે પોતાના સ્વજનો ગુમાવેલા છે તે લોકો,પ્રુથ્વીરાજ ચૌહાણના રાજ્યના મંત્રીઓ વગેરે એ કેટલો નાસીપાસ થાય તેવા મ્હેણાં માર્યા હશે )
ઘણી વખત મારા વર્ગખંડ નો શિક્ષક પ્રજ્ઞા પધ્ધતિમાં બાળકના વર્ગવ્યવહારને ઓળખવામાં એક કે બે વાર નિષ્ફળ થાય ત્યારે હતાશ થાય છે ને નાસીપાસ થઇને જુની પધ્ધતિ મુજબ અન્ય લોકોના ડરે સાચો રસ્તો છોડી મૂકે છે. પણ જો મોહમદ ઘોરીએ જો ટીકાકારોને સાંભળ્યા હોત્ત તો ઇતિહાસમાં તેનું નામ વિજેતા તરીકે ન લખાત .
મારા મિત્ર ભાવેશભાઇ જેઓ એક કેળવણીકાર છે તેઓના મત મુજબ વિશ્વમાં નિષ્ફળ થવાનો રેકોર્ડ છે 12 (બાર) વખતનો છે. આ જગતમાં બાર વખત નિષ્ફળ થઇને સફળ થનાર લોકો પણ છે કોઇને હજુ સુધી તેરમી વખત નિષ્ફળતા મળી નથી . જોકે આ વાત લખવામાં અને કહેવામાં ખૂબ સરળ લાગે છે પણ ઘોરીની માફક મંડ્યા રહીએ તો સફળતા તમારી દાસી થઇ જાય છે.
- મૌલિક પટેલ
21/6/2016
#mg
0 Comments