મારા જીવનના શ્રેષ્ઠ ત્રણ દિવસ
જીસીઇઆરટી દ્રારા પ્રાંસલા, તા.ઉપલેટા ,જિ:રાજકોટ મુકામે શિક્ષક ચિંતન શિબિરનું આયોજન કરાયેલ હતું.તાલિમનું આયોજન શ્રેષ્ઠ હતું. મને જીવનમાં પ્રથમ વખત એવા વ્યક્તિને મળવાનું થયું કે જેના વ્યક્તિત્વમાં મને વિવેકાનંદજીના દર્શન થાય. આશ્રમના સ્વામી શ્રી ધર્મબંધુજીના વ્યક્તિત્વથી હું આકર્ષિત થયો છું. તેઓની પાસે તમામ વિષયનું જ્ઞાન છે. તેઓ જ્યારે સ્ટેજ પરથી વ્યક્ત થાય છે ત્યારે તેમને સાંભળવા એક લ્હાવો થઇ જાય છે. ઐતિહાસીક તમામ ઘટનાઓ (વિદેશી ઘટનાઓ સાથે ) તેઓ તારીખ સાથે જણાવે છે. તેઓએ અસંખ્ય પુસ્તકોનું પઠન તથા મનન કરેલ છે જે પુસ્તકોના કયા પાના પર કયું વાક્ય લખેલ છે તેઓ પોતાની સ્પીચમાં જણાવી દે છે. સ્વામીજી રાષ્ટ્રવાદ ના વિષય પર કાર્ય કરે છે. દેશના શ્રેષ્ઠ I.A.S.,I.P.S.,I.F.S,અધિકારીઓ આ આશ્રમ ની મુલાકાત લઇને જ્ઞાન મેળવે છે.
મારા જીવનમાં પ્રત્યક્ષ તેમજ અપ્રત્યક્ષ રૂપે આવા વ્યક્તિઓની અસર છે. હું આવા વ્યક્તિત્વને વારંવાર મળવાનો તેમજ તેમનું સાનિધ્ય મળી રહે એવું વારંવાર ઇચ્છુ છું. જીસીઇઆરટી આભાર એમણે મને આ ચિંતન શિબિરમાં આવવાને લાયક ગણ્યો જેથી હું આવા વિરલ અવિસ્મરણીય વ્યક્તિત્વને નજીકથી માણી શક્યો.
#GCERT
#VIVEKANAND
#TEACHER
- મૌલિક પટેલ

0 Comments