Subscribe Us

Header Ads

સમસ્યાઓ



મિત્રો ,મારા માર્ગદર્શક મિત્ર શ્રી દિલિપભાઇ નાયી નું એક દ્રષ્ટાંત આપની વચ્ચે વહેંચું છું.
એક દિવસ એક નગરમાં આવેલ સાંકડા નાળામાં એક લોડિંગ ટ્રક ફસાઇ ગઇ. ટ્રક એ રીતે ફસાઇ કે ન તો તે આગળ જઇ શકે , કે ન તો પાછળ આવી શકે.શહેરનો મુખ્ય રસ્તો  હતો માટે શહેરનો તમામ વાહનવ્યવહાર બંધ થઇ ગયો. લોકોના ટોળે ટોળા આ દ્રશ્ય જોવા માટે આવવા લાગ્યા. નગરના આગેવાનોએ શું કરવું તેના માટે અગત્યની મીટીંગ બોલાવી અને નાળું તોડવાનો વિચાર કર્યો પણ  નાળુ રેલવેનું હતું તેથી મંજુરી ન મળી .આગેવાનોએ ફરીથી બેઠક બોલાવી અને ટ્રકની  ઉપરની બોડી કાપવાનો વિચાર કર્યો. બિચારો ટ્રક ડ્રાઇવર રડવા લાગ્યો પણ પરિસ્થિતિ સામે લાચાર થઇ ને કમને પણ રજા આપી. હવે ટ્રક કાપવા માટેના કામદારો આવ્યા લોકોના ટોળા આ દ્રશ્ય જોવા માટે ઉભા હતા ત્યાં એક ટાબરિયું ‘જે માંડ એકડા ધોરણમાં જતું હશે’  તે કુતુહલવ્રુતિથી આગળ આવ્યું અને પેલા કામદારો પાસે જઇ  ને જોવા લાગ્યું .તેણે પૂછ્યું .”કાકા ! શું કરો છો. તો જવાબ મળ્યો કે ટ્ર્ક ફસાઇ ગયો છે માટે કાપવાનો છે. તો છોકરાએ ફરીથી કહ્યું કે તો કાકા કાપો છો શું કામ તમે તેના ટાયરની હવા કાઢી નાંખોને  જગ્યા થઇ જશે ને ટ્રક નિકળી જશે બધાના આશ્ચર્ય વચ્ચે તે પ્રમાણે કરતાં ટ્રક નિકળી ગઇ.લોકોએ તાળીઓ પાડી .

  સમસ્યાઓ જીવનમાં સર્જાય છે પણ સમસ્યાની સાથે તેનું સમાધાન પણ સર્જાઇ જતું હોય છે.માત્ર જરૂર હોય છે વિવેકપૂર્વક વિચારવાની. કોઇ સમસ્યા મોટી કે નાની હોતી નથી પણ માણસ તેના વિચારોથી તેને નાની કે મોટી બનાવી દે છે.
                                                                                   - મૌલિક પટેલ

Post a Comment

0 Comments