વાહ !!!!!!!!!!!
ગુરૂજી ..........
પાટણ જિલ્લાના સરહદી તાલુકા એવા સાંતલપુર તાલુકાના જામવાડા
ગામની પ્રાથમિક શાળાની આ વાત છે. જામવાડા ગામ સરહદી ગામ ફાંગલીને અડીને આવેલું છે.
માત્ર પાંચ કે છ કિ.મી. ની દૂરીથી રણ શરૂ
થાય છે. સરહદી ગામો હોવાના કારણે સગવડો કરતા અગવડો વધારે જોવા મળે. ગામના લોકો તથા
બાળકો આ અગવડોથી જાણે ટેવાઇ ગયા હોય એવું
જણાય પણ ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા જિજ્ઞેશભાઇ ને જાણે
પરિસ્થિતિ સામે પડકાર ફેંકવો અને વિજય મેળવવો એ લોહિમાં વણાઇ ગયેલું હોય એવું
જણાય.
ગામમાં પાણીની તંગી વરતાય ગામમાંજ પાણી ઓછું
આવતું હોય ત્યાં શાળાને પાણી ક્યાંથી મળે !!!!!!!!!!
શાળામાં આવતાં
વિધ્યાર્થીઓ ને એક તો દફ્તરનો ભાર ને વળી પાછો પાણીની બોટલનો બીજો ભાર સહન કરવો
પડે. શાળાથી ગામનું અંતર નજીકનું પણ નહી આથી બાળકો વળી મોટી રીશેષના સમયમાં પણ પાણીની
બોટલ ભરવા ઘેર જાય આમ બાળકો માટે ખૂબજ કપરું થઇ જાય. આવી સ્થિતીમાં વ્રુક્ષો માટે
શું વ્યવસ્થા હશે તે આપ કલ્પી શકો છો.
ગામથી દૂર કેનાલ
પર ગામના લોકોએ ખેતીમાટે સીંચાઇના મશીન મૂકેલ હતા. આ મશીનની રચના એવી હોય છે કે
તેતેને ઠંડું પાડવા માટે વધારાના પાણીને તેમાં વહેવડાવવું પડે છે જે ખેડૂત માટે
કોઇ ઉપયોગમાં આવતું નથી જિજ્ઞેશભાઇએ રબ્બરની મોટી પાઇપ આ વેસ્ટ પાણીની સાથે જોડી
તેને શાળા સુધી લાવવાનો પ્રયત્ન કર્યો તથા તેને પાણીની ટાંકી સાથે જોડી તે પાણીને
ફિલ્ટર પ્લાન્ટ સાથે જોડી પાણીને અતિ શુધ્ધ કરી બાળકો માટે પાણીની વ્યવસ્થા કરી આ
ઉપરાંત સતત પાણી આવતું હોવાથી શાળામાં બાગાયતી કામ માટે પણ વપરાવા લાગ્યું . શાળા
માટે જે બાબત સમસ્યા હતી તે જ સમસ્યાનો ઉપયોગ કરીને શાળાને નંદનવનમાં ફેરવી નાંખી.
બિહારના દશરથ
માંઝી ની ફિલ્મ જોવા જેવી છે તેમણે પર્વત તોડી રસ્તો બનાવ્યો હતો એમજ જિજ્ઞેશભાઇએ
સમસ્યાઓનો પર્વત તોડી પરિસ્થિતિ પર વિજય મેળવ્યો છે. તેમનું કાર્ય જોઇને આપણને
જાણીતા કાવ્ય ની પંક્તી યાદ આવી જાય
“ तू जो चाहे पर्वत पहाडो को तोडा दे ,तू जो
चाहे तो नदीओके मुखको भी मोड़ दे | “
જિજ્ઞેશભાઇ જેવા
બાળપ્રેમી તથા બાળકોની પીડાઓને સમજનારા ગુરૂજીઓ વિશે જાણવા મળે છે ત્યારે
હૈયામાંથી સરી પડે છે વાહ!!!!!!! ગુરૂજી...............
-
મૌલિક પટેલ
0 Comments