જિલ્લા શિક્ષણ સમિતિ-પાટણ પોતાના નવતર પ્રોજેક્ટ થકી રાજ્યમાં આગવું મહત્વ ધરાવે છે. પોતાની જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને વિધ્યાર્થી અવસ્થાથીજ સમાચાર વાંચનનું કૌશલ્ય કેળવાય એ માટે પાટણ ની સ્થાનિક ન્યૂઝ ચેનલના માધ્યમથી બાળકોને તેમની શાળાના જ સમાચાર વાંચન કરાવવામાં આવે છે. અત્યાર સુધી બાળકો માત્ર ગુજરાતીમાં જ સમાચાર વાંચતા હતા પરંતું હવેથી બાળકો હિન્દી,અંગ્રેજી તથા સંસ્ક્રુત ભાષામાં પણ સમાચાર વાંચન કરશે. અત્રે નોંધનિય છે કે આ પ્રોજેક્ટ પાટણ જિલ્લામાં સને ૨૦૧૨ થી અમલમાં છે. અત્યારસુધી જિલ્લાના ૫૪ બાળકોએ પોતાની શાળાના સમાચાર વાંચેલ છે.
0 Comments