Subscribe Us

Header Ads

ગૌરવપૂર્ણ વિદાય સમારંભ

તારીખ: ૧૭/૧૦/૨૦૧૫ ના રોજ મારા ક્લસ્ટરની ઇન્દિરાનગર શાળાના શિક્ષક શ્રી શીવાભાઇનો વિદાય સમારંભ યોજાયો. મને આમંત્રણ હોવાથી હું ત્યાં ગયો.ધોરણ: ૧ થી ૫ ની શાળા હોવાથી મર્યાદિત વિધ્યાર્થીઓ હતા. મેં જોયું તો નાના-નાના ભુલકાઓ ચોકલેટ ખાવાની ઉંમર હોવા છતાં ઘરેથી ચોકલેટ કે બિસ્કીટ ખાવા માટે મળતા ૧ કે ૨ રૂપીયામાંથી શીવાભાઇ માટે બોલપેનોની ,ચોકલેટની ભેટ લાવ્યા હતા. દરેક બાળક ભેટ આપવા માટે હાથ લંબાવે છે ને શીવાભાઇની આંખોમાં અમી ઝરણાં ઉમટી પડે છે. આ દ્રશ્ય જ્યારે હું જોતો હતો ત્યારે મને વિચારોનું વ્રુન્દાવન ઘેરી વળ્યું કે આવી ભવ્ય વિદાય તો શિક્ષકનીજ હોય.આ પ્રસંગે મને ભગવાન બુધ્ધની વાર્તા એક અમૂલ્ય ભેટ યાદ આવી ગઇ.
ખરેખર જો કોઇ ગૌરવપૂર્ણ વ્યવસાય અને એવીજ ગૌરવપૂર્ણ વિદાય સમારંભ હોયતો તે માત્ર શિક્ષકનોજ હોઇ શકે.

Post a Comment

0 Comments