આજે તારીખ: ૯/૮/૨૦૧૫
ના રોજ ગાયત્રી મંદિર પાટણ ખાતે સવારે 9:00 થી 12:00 કલાક દરમિયાન યોજાયેલી શિક્ષક
ગરીમા શિબિરમાં ભાગ લેવાનો અવસર મળ્યો.તજજ્ઞો તથા વક્તાઓએ શિક્ષક ગરિમાને ઉજ્જવળ
કરવા પોતાના સંબોધનોમાં કેટલાક વિચારો વ્યક્ત કર્યા જે આપની વચ્ચે શેર કરવા ઇચ્છુ
છું.
·
સમાજમાં શિક્ષકની ગરિમા
ઉચ્ચ છે.
·
અબ્દુલ કલામ પણ પોતાને
મ્રુત્યુ પછી જો લોકો યાદ રાખવા માંગતા હોય તો શિક્ષક તરીકે યાદ રાખે તેવું ઇચ્છતા
હતા.
·
·
સમાજના સૌથી ઉંચા શિખરે
શિક્ષક છે.
·
·
ઉતર્યો અમલદાર કોડીનો એ
ઉક્તી શિક્ષકને લાગુ પડતી નથી. શિક્ષકના રીટાયર્ડમેન્ટ પછી પણ તેનું માન એટલુંજ
રહે છે.
·
·
એકવીસમી સદી જ્ઞાન અને
માહિતીની સદી છે તો શિક્ષકે પોતાના જ્ઞાનને અપડેટ રાખવું પડશે.
·
·
આપણો વિધ્યાર્થી આપણા
વ્યક્તીત્વનું દર્પણ છે.અને તેનું પ્રતિબિંબ સમાજમાં ઝીલાય છે.
·
વાંચે તે વિચારે,વિચારે તે કાર્ય
કરે,અને કાર્ય કરનાર જ કંઇક પામે છે.
·
·
વ્યક્તીના ઉત્થાન અને પતનનું
કં. કારણ હોય તો તે તેના વિચારો છે.
·
·
શાળામાં એક તાસ વાંચનાલયનો
હોવો જોઇએ.
·
·
વિધ્યાર્થી એક બિજ છે અને
તેને પોષીને આપણે તેનું વટવ્રુક્ષ બનાવવાનું છે.
·
·
બાળકના ચારીત્ર્યનું ઘડતર
કરતા પહેલાં શિક્ષકે પોતાના ચારેત્ર્યને નિખારવું પડશે.
·
·
શિક્ષકે બીજાની વાહ..વાહ..
ન કરતાં પોતાની ગરિમા જાળવવી જોઇએ.
·
·
મારો શિક્ષક ખોવાયો છે,
· કોઇને જડે તો
આપજો,
રાષ્ટ્રનો ઘડવૈયો ખોવાયો છે
કોઇને જડે તો
આપજો.
·
આપણા બાળકના વિચારો બદલવા
આપણો દ્રષ્ટ્રીકોણ બદલવો પડશે.
·
·
શિક્ષક એટલે સંસ્કાર સાથે શિક્ષણ
·
ક્ષમા સાથે શિક્ષણ
કર્તવ્યપણા સાથે શિક્ષણ
·
જે સૌભાગ્યવાન છે તે જ
શિક્ષક બની શકે છે.
·
·
મારો વર્ગ મારું સ્વર્ગ છે.
·
આપણામાંજ રામ અને રાવણ છે.
·
·
આ દુનિયાનો દરેક માણસ
મહામાનવ છે.
·
આ સંસાર કર્મની ખેતી છે
જેવું વાવશે તેવું લણશો.
સંકલન
મૌલિક પટેલ
0 Comments