વાહ ગુરૂજી !!!!!!!!
મીત્રો ઘણા સમય પછી આ
કોલમના માધ્યમથી આપને મળવાનો મોકો મળ્યો છે. આજે આપણે આ કોલમમાં એવા ગુરૂજીની વાત
કરવાના છીએ જેમના વિશે જાણીને તમારા હૈયામાંથી ચોક્કસથી વાહ... ગુરૂજીનો!!!!!!!!!!!!!
ઉદગાર નીકળી પડશે.
પાટણ જિલ્લાનો અતિ
વિકસીત તાલુકો એટલે ચાણસ્મા તાલુકો, આ તાલુકાની ખાસીયત ત્યાંના ગુરૂજીઓ તથા
શાળાઓનું આદર્શ વાતાવરણ તેમજ ભાવાવરણ છે. તમે કોઇ પણ સમયે શાળાની મુલાકાતે જાઓ
ત્યારે તમને એક સમાન વાતાવરણ જ જોવા મળે. આવુંજ ઉમદા શૈક્ષણીક વાતાવરણ ધરાવતી
સરસાવ પ્રાથમિક શાળાની વાત જ નિરાળી છે.
આ શાળામાં જકુબેન
તુલસીભાઇ પટેલ નામના એક રીટાયર્ડ શિક્ષિકા બહેન છેલ્લા ત્રણ વર્ષથી શૈક્ષણીક કાર્ય
બાળકોને કરાવે છે. જકુબહેને આમતો સીધ્ધપુર
તાલુકાના બ્રાહ્મણવાડા પ્રાથમિક શાળામાંથી સ્વૈચ્છીક નિવ્રુતી લિધી હતી. જાણવા મળેલ
માહિતી મુજબ નાણાંકિય ભીડના કારણે બહેને સ્વૈચ્છીક નિવ્રુતી લિધી હતી. બહેનનું વતન
ચાણસ્મા તાલુકાનું સરસાવ ગામ. તેઓ શાળાના આચાર્યશ્રી મકબુલભાઇ ને મળવા જાય છે.
આચાર્યશ્રીને મળીને પોતાના બાળકોને ભણાવવાના શોખ વિશે જણાવે છે. આચાર્યશ્રી તેમને
સંમતી આપે છે. અને છેલ્લા ત્રણ વર્ષથી જ્ઞાનની સરવાણી સરસાવ શાળામાં અવિરત વહ્યા
કરે છે.
આ બહેને પ્રજ્ઞા અભિગમની
કોઇ તાલિમ લિધી નથી છતાં પણ તેઓ અભિગમથી જ બાળકોને જૂથ કાર્યમાંજ અધ્યાપન કાર્ય
કરાવે છે. તેઓ ધોરણ 1 નો વર્ગને અધ્યાપન કાર્ય કરાવે છે. અને આનંદની વાત તો એ છે
કે તમામ બાળકો અપેક્ષીત ક્ષમતા સીધ્ધ કરેલ જણાય છે.વર્ગખંડમાં તેઓ ક્યારેય ખૂરશીનો
ઉપયોગ કરતા નથી બાળકો પાસે જૂથમાં નીચે જમીન પર બેસીનેજ શીખવવાની ક્રિયા તેઓ કરે
છે.
આ ઉપરાંત તેઓ એ પોતાના
પેંન્શનની રકમમાંથી 250000 ( બે લાખ પચાસ હજાર રૂપીયા ) જેવી માતબાર રકમનું શાળાને
દાન આપી પ્રાર્થના શેડ બનાવી આપે છે. જે ચાણસ્મા તાલુકાનો પ્રથમ પ્રાર્થના શેડ
હોવાનું ગૌરવ છે. ( અગાઉ જણાવ્યું કે બહેને નાણાંકિય ભીડ ની સમસ્યાને કારણે
સ્વૈચ્છીક આપવું પડ્યું,તેમ છતાં આટલી રકમનું દાન આપવું તે ખૂબજ મોટી વાત ગણાય)
આ ઉપરાંત બહેન પોતાના
સ્વખર્ચે ઉન-સાંય જેવી વસ્તુઓ બાળકો માટે વસાવી સ્વેટર બનાવવા જેવી લાઇફ સ્કિલનું
શિક્ષણ આપે છે.
ગુરૂજી ગેરહાજર રહેવાના
હોય તો તેઓ અગાઉથી આચાર્યશ્રીને જાણ કરી પોતાના વર્ગના વિધ્યાર્થીઓ માટે અગાઉથી
એડવાન્સ પ્લાનિંગ બાનાવે છે.
ખરેખર ગુજરાતની સરકારી
પ્રાથમિક શાળાઓમાં આવી વિરલ વ્યક્તીત્વ ધરાવતી વ્યક્તીઓ પોતાના કાર્યથી આહુતી આપે
છે ત્યાં સુધી ગુજરાત નંબર 1 પર હંમેશાં રહેવાનું છે. આવા ગુરૂજીઓ વિશે જાણવા મળે
છે અને તેમના કાર્યો જ્યારે નજરે જોવા મળે છે ત્યારે કળિયુગ હોય તેવું દેખાતું નથી
અને કોઇ મહાત્માનો આશ્રમ હોય તેવું વાતાવરણ જણાય છે અને તેમના કાર્યો ને જોઇને
હૈયામાંથી નીકળી પડે છે વાહ......ગુરૂજી!!!!!!!!!!
- મૌલિક પટેલ
0 Comments