Subscribe Us

Header Ads

સંકલિત શિક્ષણ

                                   સંકલિત શિક્ષણ
જો તમારા અંદર એક સંવેદન શીલ શિક્ષક વસતો હોય તો તમે ચોક્કસથી આ વિડિયો જોજો.
આ વિડિયો પાટણ તાલુકાની માંડોત્રી પ્રાથમિક શાળાના પ્રજ્ઞા વર્ગખંડનો છે. પ્રજ્ઞાઅભિગમ મુજબ શિક્ષણ કાર્ય થતા આ વર્ગખંડમાં ચીરાગ નામનો બાળક વર્ગનો સૌથી વ્હાલો બાળક છે. હા કુદરતે કદાચ આ બાળક ઉપર માનસીક વિગલાંગતા આપેલ છે પરંતું વર્ગના બાળકો અને શિક્ષકોએ આ બાળકને ભરપૂર પ્રેમ આપ્યો છે.
ચીરાગને ફાગણેયો લહેરાયો ગીત ખૂબજ ગમે છે જ્યારે આ ગીત ગાવામાં આવે છે ત્યારે તે આનંદથી ઝૂમી ઉઠે છે. અને બાળકો પણ ચીરાગને આનંદિત કરવા માટે આ ગીત તેની સાથે અભિનય કરીને ગાય છે.
આ ઉપરાંત ચીરાગ સામાન્ય બાળકોની સાથેજ સંકલિત શિક્ષણ મેળવે છે. આ ઉપારાંત તે વર્ગખંડમાં પોતાની વિશેષ જવાબદારી જેવી કે વર્ગખંડમાં પાથરણા પાથરવાની જવાબદારી તેણે સ્વીકારેલ છે.
ગુજરાત રાજ્યમાં ચાલતા પ્રજ્ઞા અભિગમને ઘણા શિક્ષકો અલગ નજરથી મૂલવતા હોય છે પણ એક વાર જો ચીરાગની નજરથી આ અભિગમને જો મૂલવવામાં આવે તો ખરેખર સંકલિત શિક્ષણ તથા સ્લો અને ફાસ્ટ લર્નર બાળકો માટે આ અભિગમ ખૂબજ મહત્વાકાંક્ષી છે. આપણે બહાનાં છોડી ચીરાગ જેવા ‘ચીરાગ’ ને પ્રજ્જવલિત કરવાના કાર્યમાં જોતરાઇએ.

-     મૌલિક પટેલ 

Post a Comment

0 Comments