મારો નવતર પ્રયોગ મારા બાળકો માટે
મીત્રો મારા ક્લસ્ટરની પ્રાથમિક શાળાના ધોરણ: 6 થી 8 માં અભ્યાસ કરતા બાળકો માટે રોકેટરી વર્કશોપનું આયોજન તારીખ:23/3/15 થી 27/3/15 દરમિયાન કરેલ હતું જેમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને સ્પેસશટલ ,રોકેટ વિજ્ઞાનથી માહિતગાર કરાવવાનો પ્રયત્ન કરેલો હતો.
શાળાના બાળકોને 10-10 ના જૂથમાં વહેંચી રોકેટનું મોડેલ બાળકો પાસેજ બનાવડાવવામાં આવ્યું .બાળકોએ બનાવેલ રોકેટને લોન્ચ પણ કરવામાં આવ્યું.સૌથી ઉંચુ ઉડ્ડણ કરનાર રોકેટ નિર્માણ કરનાર ટીમને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
રોકેટરી નિર્માણ કાર્યમાં સહયોગ આપવા માટે પુનાભા લોકવિજ્ઞાન કેન્દ્રના તજજ્ઞશ્રી દર્શનભાઇએ માર્ગદર્શન આપ્યું હતું .આ ઉપરાંત આ નવિન વર્કશોપને મંજુરી આપવા બદલ જિલ્લા કલેક્ટરશ્રી-પાટણ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી-પાટણ,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી-પાટણ,તાલુકા પ્રાથમિકશિક્ષણાધિકારીશ્રી-પાટણ તથા બીઆરસી-પાટણ નો આભાર માનું છું.
0 Comments