શિક્ષકત્વનું સરવૈયુ
તારીખ 12\3\2007
ના રોજ પરમક્રુપાળુ ગુરૂદેવ શ્રી રામશર્મા આચાર્યજીના આર્શીવાદથી શિક્ષક તરીકેની નોકરી
કરવાનો અવસર પ્રાપ્ત થયો. જ્યારી પીટીસી કર્યા પછી એક વર્ષ સુધી નોકરી મળી ન હતી
ત્યારે પ્રાઇવેટ સંસ્થામાં માસીક 500 રૂપીયાના પગારથી ત્રણ ધોરણના ચાર્જથી નોકરી
કરતો હતો ત્યારે પોતાની જાતને કેટલાક વચનો આપ્યા હતા.અત્યારે સરકારી નોકરી અને
એમાંય પાછા છેલ્લા પાંચ વર્ષથી સી.આર.સી. તરીકે છું આજે મારી સરકારી મનગમતી
નોકરીને આઠ વર્ષ પૂર્ણ થતાં મારા
સંકલ્પોનું સરવૈયું નીચે મુજબનું જણાય છે.
મૂડી-દેવાં ( કરેલ સંકલ્પો)
|
મિલકત-લેણાં ( કરેલ કાર્યો)
|
મારો વર્ગ મારું સ્વર્ગ બનશે.
|
હું મારા વર્ગને સ્વર્ગ જેવો બનાવવા પ્રયત્ન
કરું છુ પરંતુ હજુ પૂર્ણ સફળતા પ્રાપ્ત થઇ નથી.
|
મારા વિધ્યાર્થીઓ આત્મવિશ્વાસથી સભર હશે.
|
|
જગતને ઉપયોગી થાય એવી કેળવણી બાળકોને આપીશ.
|
હુ જગતને ઉપયોગી થાય તેવા બાળકો તૈયાર કરવાનો
પ્રયત્ન કરી રહ્યો છુ. આ માટે મારી જાતમાં પણ બદલાવ લાવી રહ્યો છું.
|
મારી શાળાના એક વર્ગને કોસ્મોસરૂમ બનાવીશ. આ
રૂમમાં પ્રવેશ કર્તાં બાળકને ખગોળશાસ્ત્રનો ખ્યાલ આપોઆપ આવી જશે.
|
કોસ્મોસ રૂમ હજુ બનાવેલ નથી પણ આ મારુ લક્ષ્ય
છે. અને તે હું પૂર્ણ કરીનેજ જંપીશ.
|
હું નોકરી કરવાની શરૂઆત અવિકસીત તાલુકાના ગામથી
કરીશ.
|
મેં સાંતલપુર તાલુકાના લોદરા ગામથી નોકરીની
શરૂઆત કરી
|
ગામના લોકોમાં હું માન સમ્માન મેળવીશ.
|
લોકો સાથે મારે આત્મીયતાનો ભાવ છે.એવું મને
લાગે છે.
|
મારા ગામમાં એક પણ દીકરી નિરક્ષર ન રહે.
|
મારા આચાર્યશ્રી તથા સ્ટાફના સહયોગથી સ્થાનિક
ધર્મગુરૂઓની મદદથી ગામના તમામ લોકોને જળ લેવડાવી પ્રતિજ્ઞા કરાવી અને આજે દીકરીઓને
અભ્યાસ કરતી જોઇને આનંદ થાય છે.
|
મારા બાળકોને કંઇ શીખવા માટે અમદાવાદ જવાની
જરૂર નહિ પડે પણ વિકસીત શહેરના લોકોને શીખવા માટે મારી શાળામાં આવવુ પડે તેવું
વાતાવરણ ઉભું કરીશ,
|
|
હુ સીઆરસી બનીશ.
|
સીઆરસી છું.
|
સી.આર.સી. બનીને જીવનલક્ષી પ્રવ્રુતિઓ શાળાઓમાં
કરાવીશ.
|
પ્રયત્ન કરું છું.પૂર્ણ સફળ નથી
|
મારા બાળકો કમ્પ્યુટર ક્ષેત્રમાં પારંગત બનશે.
|
બાળકો કોમ્પ્યુટર પર કાર્ય કરે છે.
|
કોઇપણ પરિસ્થિતિમાં ગીજુભાઇનું પાત્ર મારા
શિક્ષકત્વના વ્યવસાયમાં જીવંત રાખીશ.
|
ગીજુભાઇનું પાત્ર મારા મન અને હૈયામાં જીવંત છે
પણ હજુ સમ્પૂર્ણ આચરણમાં નથી.
|
તોતોચાનની ચંચળતા મારા બાળકોમાં જોવા હું
કેળવાઇશ.
|
|
જરૂર પડ્યે મારા બાળકો માટે રાત્રી શિક્ષણની
વ્યવસ્થા કરીશ.
|
રાત્રી શિક્ષણનો આઠ વર્ષમાં એક પણ વખત પ્રયત્ન
થયેલ નથી.
|
હુ સતત સર્જનશીલ વિચારો કરીશ. આવેલ વિચારોની નોધ
કરીને રાખીશ અમલમાં મૂકવા પ્રયત્ન કરીશ.
|
સર્જનશીલ બનવાના વિચારો અમલમાં મૂકુ છુ. બાળકો
માટે વિવિધ પ્રવ્રુતિઓ કરાવું છું.
|
મારો સ્ટાફ મારો પરીવાર છે એવી ભાવનાથી તેમની
સાથે વર્તન કરીશ.
|
મારો સ્ટાફ મારો પરિવાર છે એવી મારી ભાવના
હંમેશા રહી છે.
|
મારા બાળકો માટે વર્ગખંડની જરૂરીયાત્ની હોય
તેવી સાધનસામગ્રી વસાવીશ. આ કાર્ય માટે સરકારશ્રી પાસે ગ્રાંટની રાહ જોઇશ નહિ.
|
ક્યારેક સરકારશ્રીના નાણા વગર પણ ખર્ચ કરું
છું પણ સંકલ્પ મુજબનું કાર્ય હજુ થયેલ નથી.
|
વેતનનો 10 મો ભાગ વ્યવસાયની કટીબધ્ધતા માટે
ખર્ચ કરીશ.
|
કટીબધ્ધતા માટે 10 ટકા જેટલી રકમ વપરાતી નથી
|
હું હજુ સુધી મારી જાતને મારી વિધ્યાર્થી
અવસ્થા દરમિયાન વિચારેલ સ્વપ્ન જેવી બનાવેલ નથી.
|
|
આચાર્યશ્રી તથા સ્ટાફ મિત્રોની મદદથી 12 ગામના
લગભગ 2500 લોકોને ઓએંનજીસીની મદદથી મેગા મેડિકલ કેમ્પ કરાવી શાળાને સમાજની નજીક
લૈ જવાનું કાર્ય વર્ષ 2008 માં કરેલ
|
|
500 રૂપીયામાં જે કાર્ય ખાનગી શાળાઓ માટે સંચાલકોના
ડરથી કરતો હતો તે નથી થઇ શકતું. હા પ્રયત્ન કરું છું અને મારી જાત ને જગતના સંચાલક
ની નિગરાનીમાં રાખવાનો પ્રયત્ન કરું છું.
|
|
ચોખ્ખી ખોટ: સરકારશ્રી તરફથી મળેલ પગાર પેટે નાણાં
તેમજ કરેલ સંકલ્પોને જોતાં હજુ મારી જાતથી સમાજને લાભ ઓછો થયેલ દેખાય છે.
|
-
મૌલિક પટેલ
0 Comments