Subscribe Us

Header Ads

વાહ......ગુરૂજી!!!!!!!!

વાહ......ગુરૂજી!!!!!!!! 
ભારતની આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલ ગામ એટલે કિલાણા. ગામમાં મુખ્યત્વે દરબાર,રબારી ઠાકોર સમાજના લોકો વસવાટ કરે. સરહદી વિસ્તાર હોવાથી શહેરો જેટલી ઝાકમઝોળ ન હોય તે માની શકાય . ગામ પ્રમાણમાં અન્ય ગામોની સરખામણીમાં ઠીક-ઠીક મોટું કહી શકાય,. ગામનું ઘરેણું કહી શકાય તેવી એક પ્રાથમિક શાળા અને અંધકારને ઉજાશમાં ફેરવી નાખવાનું સામર્થ ધરાવનાર શાળાના કર્તવ્યનિષ્ઠ ગુરૂજનો. 
ગામમાં એક ઘટના બની .ગામમાં એક વ્યક્તીને સાપ કરડ્યો. નજીકના શહેર ( રાધનપુર) નું અંતર ૩૮ કિ.મી. થાય . લોકો જીપ કરીને ઉતાવળે શહેરની હોસ્પીટલમાં જવા માટે નીકળ્યાં. પણ દવાખાનાના પગથીયાં ચડતાં – ચડતાં દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો.. ડોક્ટરે કહ્યું કે પાંચ મિનિટ પહેલાં આવ્યા હોત તો હું કંઇક કરી શકત....... આવી તો આપણે ઘણી ઘટનાઓ સાંભળીએ છીએ કે દર્દીએ દવાખાનાના પગથીયે પોતાનો જીવ છોડ્યો........
ગામના લોકો આ ઘટનાને પેલા વ્યક્તીનું દુર્ભાગ્ય કહેતા હતા અને એની આયુષ્યની રેખા આટલી જ હશે તેમ કહી તેના ઘરના સભ્યોને સંભાળતાં હતાં. પણ ગામની શાળાના ગુરૂજીઓ આને અલગ રીતે વિચારતા હતા.ગુરૂજીઓ બીજા દિવસ ( રવિવાર ) ના રોજ ધોરણ: ૬થી ૮ના વિધ્યાર્થીઓને લઇને રોડ પર ચાલી નિકળે છે. દરેકના હાથમાં પાવડો,ત્રિકમ,કોદાળી,ટોકર,સીમેન્ટની ખાલી થેલીઓ, સાવરણો જેવી અલગ-અલગ વસ્તુઓ છે. હવે વાતની શરૂઆત થાય છે. બાળકો અને ગુરૂજીઓ સાથે મળીને રોડનું સમારકામ કરવાનું કાર્ય શરૂ કરે છે. સવારે શહેર તરફ વાહનોમાં જતાં લોકો તેમની મજાક ઉડાવે છે ને કહે છે કે માસ્તરોને હવે આ કામ કરવાનું સરકારે જણાવ્યું લાગે છે અથવા તો માસ્તરોને કંઇ કામધંધો નથી એટલે તેઓ આવાં ગતકડાં કરે છે. સાંજના જ્યારે તેઓ શહેરથી પોતાના ગામ તરફ પરત ફરે છે ત્યારે તેમનું વાહન ખૂબ જ વહેલુ ગામમાં આવે છે કારણકે ગુરૂજીઓ અને બાળકોએ ૫ (પાંચ) કિ.મી. જેટલો રસ્તો રીપેર કરી નાખ્યો હતો. હવે કદાચ કોઇ દર્દીનો જીવ રસ્તાની ખરાબીના કારણે ગુમાવવાનો વારો નહિ આવે. મિત્રો જાહેર રસ્તા રીપેર કરવા તથા નવા બનાવવાનું કામ સરકારનું છે પણ તે ચોક્કસ સમયની અવધી પછી જ થતું હોય છે. સરકાર તેનું કાર્ય કરે જ છે પણ આપણે તેની માવજત નથી કરી શકતા નથી.ગુરૂજીઓએ આ તબક્કે આ ઇશ્વરીય કાર્ય કરનાર ગુરૂજીઓ દેસાઇ દિનેશભાઇ,રાયકા નિકુલભાઇ,દેસાઇ વિસાભાઇ,દેસાઇ ભારમલભાઇ,ઠાકોર રમેશભાઇ, ઠાકોર દિલિપભાઇ,પટેલ હિતેષભાઇ , પંચાલ હિતેષભાઇ ઠાકોર શ્રવણભાઇ,દેસાઇ જીતુભાઇ હતા. ( આમાંના મોટાભાગના મિત્રો તે સમયે વિધ્યાસહાયક હતા. અને તેમનો પગાર મામુલી હતો પણ તેમનું કાર્ય .......................................................................) .
ગુજરાતની ગામડાઓમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસકાર્ય કરાવતા ગુરૂજીઓ સમાજ પ્રત્યે પોતાની ભૂમીકા યોગ્ય રીતે અદા કરતાજ હોય છે. ગુરૂજીઓએ પેલી ઉક્તીને સાચી પાડે છે કે “ માના કિ અંધેરા ઘના કૈ પર દિયા જલાના કહાં મના હૈ....... અને તેમણે કરેલા કાર્યો જોઇને આપણા હૈયામાંથી સરી પડે છે............................................ 

વાહ.....ગુરૂજી!!!!!!!!

Post a Comment

0 Comments