Subscribe Us

Header Ads

વાહ.... ગુરૂજી !!!!!!!!!!

             વાહ....  ગુરૂજી !!!!!!!!!!
મીત્રો રાધનપુર તાલુકાની રવિનગર પ્રાથમિક શાળાને એક પ્રાથમિક શાળા કરતાં નવો જ પરીચય આપનાર શિક્ષક એટલે શ્રી પ્રહલાદભાઇ પી તન્ના. પ્રહલાદભાઇ ના હૈયામાં અબોલ જીવ પ્રત્યેની સંવેદના સભર લાગણી આપણને તેમનો ચહેરો જોતા જ દેખાઇ જાય . પ્રહલાદભાઇ માત્ર વ્યવસાયે જ શિક્ષક નથી પણ સમાજ ને રાહ બતાવનાર કર્મનિષ્ઠ શિક્ષક છે. તો આવો આજે આપણે આવા સાચા કર્મનિષ્ઠ શિક્ષકને મળીએ.
 રવિનગર એ રાધનપુર શહેરથી નજીકના અંતરે આવેલ ગામ છે. ગામમાં એક નાનકડી પણ મન અને આત્મા ને આર્કષિત કરતી  શાળા માં પ્રહલાદભાઇ શિક્ષક તરીકે કાર્ય કરે છે. ગામ શહેરની બાજુમાં આવેલ હોવાથી શહેરોમાં લગાવેલ મોબાઇલ ટાવરોના રેડિયેશનના કારણે ચકલિઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થાય છે એ આપણે સૌ જાણીએ છીએ. ( મિત્રો ચકલી એ ઘર આંગણાનું જ નહિ પણ આપણા પરીવાર સાથે ભળી ગયેલ પક્ષી છે એટલેજ તો આપણા ગામડાઓમાં હજુ પણ નાના છોકરાઓને ચકા કે બહુ કુદા- કુદ કરતી નાની છોકરીઓને ચકલીની ઉપમા આપવામાં આવે છે. બાળકના ઘોડિયા પર પણ ચકલીની પ્રતિક્રુતી લગાડવામાં આવે છે. )
પ્રહલાદભાઇએ ચકલીઓના બચાવ કરવાને તથા તેમની સંખ્યા વધારવા માટેનું ભગીરથ કાર્ય કરવાનું નક્કી કર્યું. તેમણે વિશ્વગ્રામ સંસ્થા મહેસાણાના સહયોગથી વર્ષ ૨૦૧૧-૧૨ માં રાધનપુર તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં વિનામૂલ્યે ચકલીઓના માળા તથા ચકલીઓ માટે પક્ષી પરબ વિતરણ કર્યુ. આ સીવાય તેમના આ કાર્યમાં ગાયત્રી મંદિર રાધનપુર તથા સર્વોદય આંખની હોસ્પીટલ સામેલ થઇ. રાધનપુરની સર્વોદય આંખની હોસ્પીટલમાં આંખના ઓપરેશન માટે આવતા દરેક લાભાર્થીને વિનામૂલ્યે ચકલીનો માળો તથા પક્ષી પાણી પરબ આપવામાં આવી. સાંતુન ગામમાં દરેક ઘેર ચકલીના માળા તથા પક્ષી પરબ લગાડવામાં આવી આના પરીણામે ચકલીઓની સંખ્યામાં વધારો થવા લાગ્યો. આ સીવાય બાળકોના જન્મદિવસે તેને પાણીની પક્ષી પરબ આપવામાં આવે છે બાળકો હેતથી ચકલીઓને નિહાળે છે તથા કંઇક કરવાનો સંતોષ મેળવે છે. કહેવાય છે ને કે શિક્ષક વર્ગમાં જાગતો નહિ જીવતો હોવો જોઇએ તે પ્રમાણે પ્રહલાદભાઇએ પક્ષી પરબમાં એક નવતર પ્રયોગ કરેલ છે પક્ષી પરબ બનાવતાં બાળકોને શીખવાડી તથા તેના પર લગાડવામાં આવતા સળિયામાં મણકા લગાડવામાં આવે છે બાળકો હોંશથી વાયરમાં મણકા ભરાવે છે અને ગણતરી કરે છે છતાં બાળકને એવું નથી લાગતું કે મને કોઇ ભણાવી રહ્યું છે.
પ્રહલાદભાઇ આ ઉપરાંત વ્યશનમુક્તી માટે પણ પોસ્ટર પ્રદર્શનનું કાર્ય કરે છે તેઓ દ્વારા તૈયાર કરેલ પોસ્ટરો તેઓ ઇંટવાડામાં મજૂરી કરતા લોકો,સ્ત્રીઓ ને દેખાડે છે એ ઓસ્ટરમાં રહેલી ભયાનક દ્રશ્યોને જોઇને ઘણા લોકોએ વ્યશન ત્યજી દિધા છે. રાધનપુરમાં આવેલ સ્મશાનગ્રુહ શાંતીધામમાં અંતીમસંસ્કાર માટે આવતા લોકોને પણ સ્વજનની યાદમાં વ્યશનમુક્ત કરવા તથા પક્ષી બચાવોની વાત કરવામાં આવે છે.

પ્રહલાદભાઇની આ સેવાકિય પ્રવ્રુતિની નોંધ લઇને ગુજરાતી ટીવી ચેનલ V-TV. પર તારીખ ૫/૬/૨૦૧૪ ના રોજ ( વિશ્વ પર્યાવરણ દિન ) અડધા કલાકનો એક એપીસોડ આપવામાં આવ્યો હતો. ખરેખર એક નખશીખ પર્યાવરણપ્રેમી શિક્ષકને જો જીવનમાં નિહાળવાની ઇચ્ચાથાય તો પ્રહલાદભાઇને મળજો અને પચી તમારા હૈયામાંથી આપમેળે નિકળશે વાહ..... ગુરૂજી !!!!!!!!! 

Post a Comment

0 Comments