Subscribe Us

Header Ads

આપણેતો એટલામાં રાજી

આપણેતો એટલામાં રાજી

આપણે તો એટલામાં રાજી
આખાયે જંગલમાં રોજ રોજ ફૂટે છે.
      ક્યાંક એક કૂંપળતો તાજી.
એકાદું પંખી જો ડાળ ઉપર બેસે
તો થાય,મળ્યું આખું આકાશ.
એકાદું ગીત કોઇ મોસમનું ગાય,
      તોય રોમ રોમ ફૂટે પલાશ.
એકાદી લહેરખી પવનની જ્યાં સ્પર્શે
ત્યાં ગ્ણઝણતી ઝાલરી બાજી
આપણેતો એટલામાં રાજી.
પાણીની એકાદી છાલકમાં હોય કદી
રીમઝીમ રેલાતો મલ્હાર.
છાતીમાં નાંગરેલ સપનામાં હોય 
કોઇ એકાદી ક્ષણનો વિસ્તાર.
એક-એક કૂંપળમાં જંગલ ઊભરાય !
કોઇ પૂછે તો કહીએ હા જી.
આપણે તો એટલામાં રાજી. !
  
                    -રમણીક સોમેશ્ર્વર  



 

Post a Comment

0 Comments