Subscribe Us

Header Ads

વાલિ મીટીંગ

                          વાલી મીટીં
 જૂથ સંસાધન કેન્દ્ર:ઝઝામની દેવપુરા ગામડી એ ઝઝામની સીમ શાળા છે. આ ગામના લોકો ખેતરમા વસવાટ કરે છે. દેવપુરા ગામડી કુલ 25 કુટુમ્બની છે. બધાજ લોકો ખેતમજૂરી કરીને પોતાનુ ગુજરાન ચલાવે છે. આ ગામડીમા સરકારશ્રીના પ્રયત્નોથી ધોરણ:1થી 5 ની પ્રાથમીક શાળા શરૂ કરવામા આવી છે.   
     આ ગામમા એકમાત્ર પ્રાથમીક શાળામાજ વિજળીની વ્યવસ્થા છે.ગામના લોકો પોતાના બાળકોને પોતાની સાથે ખેતરમા મદદ કરાવવા માટે લઇ જાય છે આના કારણે બાળકો નિયમીત શાળામા આવી શકતા નથી. ઝઝામના સી.આર.સીકો.ઓર્ડી.:મૌલિક પટેલ,આચાર્યશ્રી પ્રકાશભાઇ તથા એસ.એમ.સી.અધ્યક્ષશ્રીના સયુક્ત પ્રયત્નના કારણે એક વાલિ મીટીંગ બોલાવવામા આવી જેમા વાલીઓને શિક્ષણની જરૂરીયત વિશે સમજાવવામા આવ્યા.આ શાળામા બાળકોને શાળામા આવવાનુ ગમે તે માટે  ઝઝામ શાળામાથી એક કમ્પ્યુટરની વ્યવસ્થા કરવામા આવી છે. જેમા બાળકોને ગમતા ગીતો,ચિત્રો,રમતો રમાડવામા આવે છે.વાલીઓએ પોતાના બાળકોને નિયમીત શાળામા મોકલવાનુ વચન આપ્યુ.અને સાચેજ અઠવાડિયાનુ મૂલ્યાકન કરતા જે હાજરીની સંખ્યા મળી તેનાથી ખૂબજ સંતોષ મળ્યો
























Post a Comment

0 Comments