શિક્ષક એવો માર્ગદર્શક,સહાયક અને તેથી પણ વધીને અનુભવી મિત્ર હોય છે. જેની તરફ વિધાર્થી જ્યારે રસ્તો ન સૂઝે ત્યારે અથવા કોઇક સૂચનની આવશ્યકતા હોય ત્યારે પ્રસન્નતા અને વિશ્ર્વાસપૂર્વક નજર નાખે છે. શિક્ષકની ભૂમિકા આજ્ઞા આપનાર કરતા સલાહકાર અને પ્રસ્તાવ મૂકનારની હોય છે. તેણે બાળકને એમ કહવુ જોઇએ કે તે વિષયનુ મનન કઇ રીતે અને શીખવાને માટે કઇ રીતે પોતાની પધ્ધતિનો વિકાસ કરે તથા જમા કરેલા અથવા શોધેલા જ્ઞાનને કઇ રીતે સમંવિત કરે.શિક્ષકે એ યાદ રાખવુ જોઇએ કે બાળક કામ કરીને અને સ્વય શોધ કરીને ઉત્તમ રીતે શીખે છે,નહી કે તથ્યાત્મક જ્ઞાનપ્રદર્શનને ચૂપચાપ સાભળીને માત્ર આ શોધ પ્રત્યે પ્રવ્રુત કરનાર ક્રિયાત્મક અને સર્જનાત્મક પ્રક્રિયાથી જ બાળકમા રૂચી ઉત્પન્ન થાય છે,તેને આનન્દ પ્રાપ્ત થાય છે તથા તેનુ ધ્યાન તરતજ આકર્ષિત થાય છે.
- લજ્જારામ તોમર
1 Comments
maulik bhai mane 1 prasna no javab apso?
ReplyDelete"Vartman samyma Siksak na Padkaro ane tani bhumika"
my mo no:8866285519