Subscribe Us

Header Ads

આપણા જિલ્લાની કામધેનુ

સરસ્વતી નદી
વિકિપીડિયાથી

સરસ્વતી નદી નુ ઉદ્ગમ સ્થાન બદ્રીનાથ પાસે આવેલા ભીમ સેતુની નજીક ગૌમૂખમાં છે. જે નદી રૂપે બદ્રીનાથ પાસેથી વહેતી વહેતી છેક અલ્લાહબાદમાં ત્રીવેણી સંગમ સુધી આવીને ધરતીમાં લૂપ્ત થઇ જાય છે. જે ફરી પાછી રાજસ્થાનમાં આબુ પાસે પુનઃ પ્રગટ થાય છે અને ગુજરાતમાંથી પસાર થતાં કચ્છનાં રણમાં આવી ફરી ધરતીમાં લુપ્ત થઈ જાય છે. આ નદી સાગરમાં ન ભળતાં રણમાં લુપ્ત થઈ જાય છે માટે તેને કુમારીકા કહેવામાં આવે છે.
ગુજરાતમાં આવેલું સિદ્ધપુર સરસ્વતી નદીના કાંઠે વસેલું છે, જ્યાં કારતકી પૂનમનો મેળો ભરાય છે જે માણવા સ્થાનિક તેમજ દૂર દૂર ના રબારીઓ આવે છે. આ ઉપરાંત ગુજરાત ભરમાંથી અન્ય કોમનાં લોકો પણ આ મેળામાં ઉમટે છે.
આ નદી ઉપર પાંડવા નામનું ગામ આવેલું છે, જ્યાં મૂક્તેશ્વર મહાદેવનુ પૌરાણીક મંદિર આવેલુ છે. એવી માન્યતા છે કે અહીં પાડવોએ ગુપ્તવાસ દરમિયાન પોતાના પિતા પાંડુ રાજાની મૂક્તિ માટે આરાધના કરી હતી

Post a Comment

0 Comments