Subscribe Us

Header Ads

પાટણ જીલ્લાનો ઇતિહાસ્















વનરાજ ચાવડાએ સંવત 802 વૈશાખ સુધ-2ના રોજ રાજધાની માટે નવિન નગર વસાવેલ અને અણ્હિલ ભરવાડના નામ પરથી આ નગરનુ નામ અણહિલ્લપુર પાટણ પાટણ પાડવામા આવેલુ માનવામા આવે છે. પાટણમા ભીમદેવ પહેલો ,સીધ્ધરાજ જયસીહ તથા કુમારપાળ જેવા પ્રતાપી રાજાઓ ,મુજાલ મહેતા,ઉદયન,વસ્તુપાળ -તેજપાળ જેવા મંત્રીઓ અને હેમચન્દ્રાચાર્ય,શાંતીસૂરી અને શ્રીપાલ જેવા પંડિતો થઇ ગયા.





ગુજરાતના ઇતિહાસમા મહત્વનુ સ્થાન ધરાવનાર પાટણના બે ઐતિહાસીક સ્થાપત્યો સહસ્ત્રીલિંગ તળાવ તથા રાણીની વાવ તેની કલાક્રુત્તીને કારણે રાષ્ટીય સ્મારકમા સ્થાન પામેલ છે. રાજા ભીમદેવે પોતાની રાણી ઉદયમતીની યાદમા રાણીની વાવ બન્ધાવેલ હોવાનુ જાણવા મળેલ છે.





આ ઉપરાત હેમ્ચન્દ્રાચાર્ય લાયબ્રેરી ,જૈન મન્દીરો,સિધ્ધરાજ ના સમયનુ કાલિકા માતાનુ મન્દીર પ્રખ્યાત છે. આજ જીલ્લામા આવેલ રાધનપુર તાલુકો પણ બાબીવંશના સમયનુ રજવાડુ હતુ સિધ્ધપુર શહેર રૂદ્રમહાલય અને માત્રુશ્રાધ્ધ માટે પ્રખ્યાત છે. સમી તાલુકાના શંખેશ્ર્વેર ગામે પાશ્ર્વનાથ દાદાનુ જૈન મન્દીર આગવુ મહત્વ ધરાવે છે. આ ઉપરાત સાતલપુર તાલુકાના ઘણા ગામોમા પોતાના ગામ તથા વિસ્તાર માટે શહિદી હોરનાર શહિદોના પાળિયા પણ પોતાનુ આગવુ મહત્વ ધરાવે છે.





પાટણનુ પટોળુ છેલ્લા સાત સદીઓથી ગુજરાતના લોક્જીવનનો હિસ્સો બની રહેલ છે. પાટણ ખાતે પધારતા પ્રવાસીઓ હાથવણાટ ના શ્રેષ્ઠ કૌશલ્યને નિહળી મંત્ર્મુગ્ધ થઇ જાય છે.શુધ્ધ રેશમમા દેશી હાથશાળ પર વણાતા પટોળા પાટણ જીલ્લાના યશ કલગી સમાન છે.










આ લેખ માટે હુ પાટણ કલેક્ટર કચેરી નો આભાર માનુ છુ.

Post a Comment

0 Comments