ગુજરાતી ભાષાના અગ્રગણ્ય
લેખકની યાદીમાં જેમનું નામ છે એવા લેખકશ્રી દિનકર જાની દ્વારા કવિ સમ્રાટ નર્મદના જીવન પર આધારિત નવલકથા એટલે ' એક ટુકડો આકાશનો '
લેખકે આ નવલકથામાં નર્મદનું જીવનવૃતાંત અદભૂત અને આબેહુબ રજૂ કરેલ છે. માત્ર ૫૩ વર્ષનું ટૂંકું આયખું જીવનાર નર્મદે ઓછામાં ઓછી ત્રેપન જિંદગીઓ જીવી છે.
રૂઢિચુસ્ત માનસિકતા ધરાવતા સમાજના વિચારોમાં સામાજિક સુધારાઓ કરવાનો અને તે સુધારાઓ સાથે સમુદ્રજેવા પ્રચંડ વિરોધમાં સામા પ્રવાહે તરવું તે નર્મદનો મૂળભૂત ગુણ હતો. આપણને આ પુસ્તકમાં નર્મદાના જીવનની સાફલ્ય ગાથા અને સંઘર્ષ ગાથાનો સમન્વય થતો જોવા મળે છે.
નવલકથાના કુલ ઓગણત્રીસ પ્રકરણો આપણને આખું જીવનવૃતાંત વાંચવા માટે ઝકડી રાખે તેવા છે.
વાંચક - મૌલિક પટેલ

0 Comments