ક્રુષ્ણ મિત્રતા
સાંદિપની આશ્રમમાં અભ્યાસ કરતા
ક્રુષ્ણ અને સુદામાની મિત્રતાથી આપણે સૌ પરીચિત છીએ. આજે હું આપ સૌને આવી જ એક
મિત્રતાનો પરીચય કરાવવા જઇ રહ્યો છું. થોડા સમય અગાઉ ઉત્તર ગુજરાતના એક પ્રતિષ્ઠિત
સમાજના સમૂહલગ્નોત્સવનું આયોજન થયેલ હતું. આ સમૂહલગ્નમાં અનેક દીકરીઓએ પ્રભુતામાં
પગલાં પાડ્યાં. આપણને ખબર છે કે ચાર કલાકની આ લગ્નવિધિમાં પરીવારના મોભીની ચાર
દાયકાની કમાણી ખર્ચાતી હોય છે. જીવનના પ્રત્યેક વર્ષ પોતાની નાની બચતો ભેગી કરીને
દરેક પરીવાર પોતાના સંતાનોના લગ્નો આનંદ ઉલ્લાસ સાથે કરાવતા હોય છે.
આજથી ઘણા વર્ષો પહેલાં
હાઇસ્કુલના મિત્રોનું ગ્રુપ હતું. તેઓ કાળક્રમે અલગ અલગ વ્યવસાય અર્થે અલગ અલગ દેશ
અને શહેરોમાં સ્થાયી થયા. આ ૩૦ મિત્રોના ગ્રુપમાં છોકરીઓ અને છોકરાઓ પણ હતા. હવે
વિધિની વક્રતા કહો કે સંજોગ ગ્રુપમાંની એક મહિલાના પતિનું અવસાન થતાં તે ગંગાસ્વરૂપ
બની. આ બહેન પોતાના ત્રણ સંતાન બે દીકરીઓ અને એક દીકરાના ભરણપોષણ માટે વતનના
ગામમાં સ્થાયી થયા. પોતાના હાડમાંસ એક કરી તેના સંતાનોને ભણાવવા લાગી. તેના પરીવાર
તથા ભાઇઓએ પણ બહેનના દુખમાં સહભાગી થતા ગયા.
હવે આ બહેનની મોટી દીકરીના લગ્નનો
પ્રસંગ આવ્યો ત્યારે હાઇસ્કુલના ગ્રુપના
મિત્રોએ ભેગા મળી આ બહેનના પ્રસંગમાં સહભાગી થવા માટે સહ પરીવાર ઘેર ગયા અને ૫,૧૧,૦૦૦/- જેટલી મોટી રકમ અને
એક ગાયની બહેનના પ્રસંગમાં ચાંદલા સ્વરૂપે ભેટ આપી. આટલી રકમમાંથી આ દીકરીનો
પ્રસંગ અને સામાજિક વ્યવહારો આનંદપૂર્વક કરી શકાય.
મિત્રો
! આજકાલ આપણે સમાજમાં બનતી ચોરી, લુંટફાટ, છેતરપીંડી જેવી ઘટનાઓ જોઇએ તો આપણું મન હતાશામાં ઘરકાવ થઇ જાય
છે. જ્યારે અહીં જણાવેલ મિત્ર વર્તુળની સત્ય
ઘટના આપણને માનવતા અને મિત્રતાના મૂલ્યોને
ઉજાગર કરતી જોવા મળે છે.
ક્રુષ્ણે પોતાના મિત્ર સુદામાને
કરેલ મદદ આપણને સૌને યાદ છે. મિત્રના સુખે સુખી અને મિત્રના દુ:ખે દુ:ખી થાય તે જ
સાચો મિત્ર. આજના હળાહળ કળિયુગમાં પણ મિત્રતા રૂપી ક્રુષ્ણ હાજરાહાજુર છે અને તે
આપણને દેખાય પણ છે. આવાં તો ઘણાં વોસ્ટએપ્પ ગ્રુપો મિત્રતાના
તાંતણે બંધાઇ રહ્યાં છે. ‘મિત્ર એવો શોધીએ જે ઢાલ સરીખો હોય સુખમાં શોધ્યો ના જડે ને
દુ:ખમાં આગળ હોય........’
સંકલન મૌલિક
પટેલ
0 Comments