Subscribe Us

Header Ads

શું ચમત્કારો આજના સમયમાં થાય છે!!!



 શું ચમત્કારો આજના સમયમાં થાય છે!!!

ટાઇટલ વાંચીને તમને એવું લાગશે કે, “આજે ૨૧મી સદીના વૈજ્ઞાનિક યુગમાં પણ આપણે ચમત્કારોની વાતોમાં વિશ્વાસ કરીશું કે ચમત્કારો વિશે વાત કરીશું?”
મિત્રો, મારી એક વિનંતી છે કે આ લેખ સંપૂર્ણ વાંચ્યા પછી જ કોઈ ચોક્કસ અભિપ્રાય આપજો.
વાત એમ છે કે આપણા પાડોશી દેશ નેપાળમાં, જ્યાં સાક્ષાત મહાદેવ બિરાજમાન છે, ત્યાં આવેલા વિનાશક પૂરથી આપણે સૌ માહિતગાર છીએ. આ પૂર વખતે એક હાઇડ્રોપાવર પ્લાન્ટની સુરંગમાં કેટલાક કામદારો જમીનની અંદર કામ કરતા હતા. એવામાં આ પૂર આવ્યું, જેથી આ કામદારોને બહાર નીકળવાનો સમય મળ્યો નહીં અને તેઓ જમીનની અંદર સુરંગમાં કાદવ અને પાણીથી ફસાઈ ગયા. આ કામદારોમાંથી એક કામદારનું નામ સંજય હતું. તે પણ આ સુરંગમાં ફસાઈ ગયો હતો. બચાવ ટુકડીએ તારીખ ૦૪/૦૯/૨૦૨૬ એટલે કે જન્માષ્ટમીના દિવસે તેને સુરક્ષિત અને જીવંત હાલતમાં બહાર કાઢ્યો. કુલ નવ દિવસ સુધી સંજય આ સુરંગમાં ફસાયેલો હતો, જ્યાં હવા પણ મુશ્કેલીથી પહોંચી શકતી હશે.
જ્યારે તેને બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવાતો હતો ત્યારે તેણે પત્રકારોને પૂછેલા પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું કે, “તેણે નવ દિવસ સુધી ‘હરે કૃષ્ણ’ નામનો જાપ રટ્યો હતો.” અને પરિણામ આપણી સામે છે.
મિત્રો, !! શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે એક બારીક પડદો હોય છે, જે આપણને સામાન્ય સ્થિતિમાં સમજાતો નથી. પરંતુ મીરાંના ઝેરને અમૃત થઈ જવાના દાખલા અને નરસિંહ મહેતાના મામેરાં ભરાઈ જવાના દાખલા તો હજુ મધ્યકાલીન સમયના છે. એક વ્યક્તિ શ્રદ્ધાના સહારે દરિયો પણ તરી જાય છે, તેમ આ સંજયે પોતાની શ્રદ્ધાના સહારે પાતાળમાં પણ જીવંત રહી શક્યો છે.
સંકલન:- મૌલિક પટેલ
સ્ત્રોત: news hunt & GSTV

Post a Comment

0 Comments