આપણું ગામ મણુંદ એટલે
સમગ્ર માનવ સમાજને આરોગ્ય વિષયક સેવાઓનું દિશાદર્શન પૂરું પાડતું ગામ. આપણા ગામમાં અત્યાર સુધી એવા કેટલાંક કાર્યક્રમો
લોકો ગ્રામજનો, ગામની વિવિધ કમિટી ઓ અને દાતાઓના સહયોગથી થયા
છે. જેવા કે…..
ઘણાં વર્ષો અગાઉ જે તે
વખતના વિકસીત નગરોમાં પણ પ્રસૂતિ ગૃહો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હતાં તે સમયમાં આપણા
મણુદ ગામમાં પૂરતી સગવડો સાથે ઓપરેશન થિયેટરની અત્યાધુનિક સગવડો વાળું પ્રસુતિગૃહ હતું
અને આજુબાજુના ગ્રામવાસીઓ પણ તેનો ઉપયોગ કરતા હતા.તત્કાલીન પ્રસુતીગૃહ ગામના દાતાઓએ બનાવીને સરકારને ભેટ આપેલ
હતું.
કોરોનાના સમયગાળા દરમિયાન
જ્યારે શહેરોના દવાખાનામાં માણસો કીડિયારું ની માફક ઉભરાતા હતા.ઓક્સિજનની અછત, કરિયાણાની
અછત, દવાઓની અછત નો સમય આપણે સૌએ જોયેલ હતો આવા વખતે પણ આપણા
ગામના લોકો અને દાતાઓએ ગામમાં કોવિડ કેર સમિતિ બનાવીને કોવિડ કેર સેન્ટર બનાવ્યું જેમાં
દર્દીઓને રહેવા,જમવા,દવા અને ઓક્સિજનની
નિઃશુલ્ક સગવડો પૂરી પાડેલ હતી.રાજ્યમાં કોઈ ગામે આ બાબતની પહેલ
કરી હોય તે આપણું ગામ અને સમાજ હતો જેની નોંધ રાજ્યસરકાર દ્વારા પણ લેવાઈ છે
ગામમાં વસતાં વડીલો અને
જરૂરિયાતમંદ લોકોને ફિઝીયોથેરાપી ની સુવિધા ઘર આંગણે મળી રહે તે માટે ગામના જ
ડોકટર દાતાઓના સહયોગથી સાવ ટોકન ફી લઇ અત્યાધુનિક ફિઝીયો થેરાપી સેન્ટર બનાવવામાં આવેલ
છે .
ભારતમાં સૌથી વધુ સ્ત્રીઓમાં
ફેલાતું કેન્સર એટલે સર્વાઇકલ કેન્સર.ગામના દાતાઓ, કોવિદા કેર સમિતિ અને ખમલાઈ માતા મંદિર
દ્વારા સમસ્ત ગામની તમામ દીકરીઓ અને સ્ત્રીઓને ખૂબ જ મોંઘી સર્વાઇકલ કેન્સરના બે ડોઝ
નિઃશુલ્ક આપવામાં આવ્યા.આ ઉપરાંત ગામની તમામ સમાજની માતાઓને નિઃશુલ્ક
પેપસ્મિયર ટેસ્ટ કરી આપવામાં આવ્યા તથા કાઉન્સલિંગ કરવામાં આવ્યું
અને હવે…
ગામના લોકોને ફ્લ્યું
જેવા રોગથી સમગ્ર વર્ષ રક્ષણ મળી રહે તે માટે દાતાઓના સહયોગથી ખૂબ જ રાહતદરે રસીકરણ
ના કેમ્પનું આયોજન થનાર છે.આના કારણે યુવાનોમાં હાર્ટ એટેક, તથા બીમારી વખતે આઈ.સી.યું અને વેન્ટી લેટર ના જોખમોને ઓછું કરી નિયંત્રિત
કરી શકાય છે.આ વખતે ગામની ઉજાણી વખતે આ વેક્સિન લેવા માટે રજિસ્ટ્રેશન
થનાર છે.
આપણું ગામ ધન્વંતરિ દેવતાનું
પણ ગામ ગણી શકાય.ગામમાં ૧૭૫
ઉપરાંત રજિસ્ટર્ડ થયેલ ડોકટર વિશ્વમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે
0 Comments