Subscribe Us

Header Ads

કર્મઠતાથી કર્મનિષ્ઠતા સુધી !!!

 

   કર્મઠતાથી કર્મનિષ્ઠતા સુધી !!!


આપણી આસપાસ આપણે એવા અસંખ્ય વ્યક્તિઓને જોઇએ છીએ, જેમનાં કર્મ આપણને ઇશ્વરીય અનુભુતિ કરાવતી હોય છે. કેટલીક એવી જીવંત પ્રતિભાઓ હોય છે, જેમના કાર્ય કરવાની અને વૈચારીક ચૈતસીક શક્તિઓ આપણને સતત તેમના પ્રત્યે ખેંચાણ ઉભુ કરનાર બની રહે છે.

 અમારા પાટણ તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રી મહેંદ્રભાઇ મકવાણા સાહેબના જીવનની સફર પણ કઠોર શ્રમથી તપીને આજે સાચા અર્થમાં કર્મયોગી સુધીની બની રહેલ છે. ધજાવાળાથી ધજાવાળી (સાહેબની નોકરીની શરૂઆત દ્વારકામાં થઇ હતી અને તેઓ પાટણ તાલુકામાં આવ્યા તે પહેલાં અંબાજીમાં કાર્ય કરતા હતા) સુધીના તેમના જીવનના આ રોડમેપમાં અસંખ્ય ઉતાર ચડાવ આવવા છતાં એમના મોં પરનું હાસ્ય અને ગરીબ બાળકો માટે કંઇક કરી છૂટવાની ભાવના મને સૌથી વધારે ભાવસભર કરી રહી છે. કચેરીની મુલાકાતે આવતા વ્રુધ્ધ- અશક્ત અને નિરાધાર નિવ્રુત્ત કર્મચારીઓ અને વિધ્યાર્થીઓના વાલીઓ સાથેનો તેમનો સૌજન્યતાપૂર્ણ અને સાલિનતાપૂર્ણ વ્યવહાર મારામાં પ્રેરણા સિંચવાનું કાર્ય

કરી રહ્યો છું. હજુ તો ગઇ કાલની જ વાત છે, તાલુકાના એક કોમામાં સરી પડેલ અને યાદ શક્તિ ભૂલી ગયેલ નિવ્રુત્ત શિક્ષિકાના નિવ્રુત્તિ પછીના લાભો તેમના પરીવારના સભ્યોને ખૂબ ઝડપથી મળી રહે તે માટે મથામણ કરતાં મેં નજરે નિહાળેલ છે. આ સમયે પેલા નિવ્રુત બેનની સંતાનના ચહેરા પર રહેલ સાહેબ પ્રત્યેની ક્રુતજ્ઞતાના ભાવ આપણે સ્પષ્ટ વાંચી શકીએ તે પ્રકારના હતા.

આમ તો અત્યારે દરરોજની નવી સવાર  કુરુક્ષેત્રના યુધ્ધના મેદાનમાં નિરાશ વદને બેઠેલ પાર્થ જેવી છે અને સાંજ ઘસાયેલા આયુજો અને ઘવાયેલા મન સાથેના પાર્થ  જેવી બની રહેલ છે, ત્યારે રાજ્યમાં અને કલિયુગમાં પણ આવા વિરલ વ્યક્તિત્વ અને કર્મયોગીઓ સાથે સમયાંતરે જ્યારે મળવાનું થાય ત્યારે ચોક્કસથી આત્મા અને મનને એક નવું ઉંજણ મળી રહે છે.

આજે નવા વર્ષની શરૂઆતના દિવસે જ મહેન્દ્રભાઇ સાહેબનો જન્મદિવસ છે. સાહેબને જન્મદિવસની અનંત મંગલકામનાઓ. પ્રભુ તેમને હજારો નચિકેતાનું બળ અને બાહુલ્ય આપે એવી શુભેચ્છાઓ

સંકલન – મૌલિક પટેલ


 

Post a Comment

0 Comments