કેળવણી વિષયક વિવિધ શાળાઓની મુલાકાતો અને શૈક્ષણિક પ્રવાસો દરમિયાન કેટલાંક એવા ગુરૂજીઓ સાથે મળવાનો અવસર પ્રાપ્ત થાય છે કે, તેમનાં કાર્યો જાણ્યાં પછી તેઓને વંદન કરવાનું મન થઇ જાય .
પાટણ
જિલ્લામાં આવેલ ભલગામ પ્રાથમિક શાળામાં ગણિત - વિજ્ઞાન વિષયનું અધ્યાપન કાર્ય
કરતાં શિક્ષક શ્રી અર્પણભાઇ પણ આવાં જ ગુરૂજીઓ પૈકીનાં એક ગણી શકાય. થોડા દિવસ
પહેલાં આ ગુરૂજીના વર્ગખંડની આકસ્મિક મુલાકાત લેવામાં આવી તો તે વખતે વર્ગખંડમાં બાળકો વિજ્ઞાનના પ્રયોગો
કરી રહ્યા હતા. અને ગુરૂજી વિદ્યાર્થીઓનાં પ્રાયોગીક કાર્યનું નિરીક્ષણ કરી રહ્યા
હતા. પ્રાયોગીક કાર્ય કરતાં પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓને નિહાળવાં તથા આ કાર્ય
દરમિયાન વિદ્યાર્થીઓનાં ચહેરાનાં હાવભાવ વાંચવા આ પણ એક લ્હાવો છે.
પોતાની
આસપાસ બનતી તમામ ઘટનાઓ વિજ્ઞાનના રાસાયણીક કે ભૌતિક ફેરફારના લીધે જ થાય છે આ બાબત
પ્રાયોગીક કાર્યથી બાળકો સારી રીતે સમજી શકે તે માટે સરકારશ્રી તરફથી શાળાઓમાં ‘લર્નિંગ બાય ડુઇંગ’ તથા એન.સી.ઇ.આર.ટી.
વિજ્ઞાન પેટી આપવામાં આવેલ છે.
અર્પણભાઇ પાસેથી વિસ્તુતથી તેમના
વર્ગની પ્રવૃત્તીઓ જાણતાં જાણવા મળ્યું કે ધોરણ 6 થી 8 ના વિજ્ઞાન વિષયમાં આવતાં
તમામ પ્રયોગો વર્ગખંડમાં બાળકો જાતે કરી શકે છે. ગુરૂજીએ બજારમાંથી માઇક્રોસ્કોપ
પણ વસાવેલ છે. બાળકો સુક્ષમજીવો, વિવિધ કોષો
તથા તેનું બંધારણ સમજી શકે તે માટે વિવિધ Objective Lens and
Eyepiece Lens ,
Light Source , Mirror or
Illuminator પણ વસાવેલ છે.
વિદ્યાર્થીઓના ઘેર તથા આસપાસના પર્યાવરણ, ખગોળમાં અવકાશ ક્ષેત્રે થતી ઘટનાઓથી તેઓ
વિદ્યાર્થીઓને સતત વૈજ્ઞાનિક દ્રષ્ટ્રીકોણથી સમજાવવા પ્રયત્ન કરે છે. જો જરૂર જણાય
તો એન્સાઇક્લોપિડિયાની મદદથી પણ વિગતે સમજ આપે છે.. માઇક્રોસ્કોપમાં નિદર્શીત
સ્લાઇડને મોટી સ્ક્રિન પર વર્ગના તમામ વિદ્યાર્થીઓ સરળતાથી અને ઉંડાણપૂર્વક સમજી
શકે તે માટે કેમેરાનું પણ જોડાણ કરેલ છે.
અર્પણભાઇ દર વર્ષે યોજાતાં ગણિત-વિજ્ઞાન
પ્રદર્શનમાં પોતાનાં વિદ્યાર્થીઓ ભાગ લે તે માટે બજારમાંથી મળતાં તૈયાર મોડેલ ન
લેતાં વિદ્યાર્થીઓની મદદથી નવા જ વિષય પર સ્વનિર્મિત વર્કિંગ મોડેલ બનાવે છે.
તેમના દ્વારા તૈયાર થયેલ કેટલાંક મોડેલો અત્યારે રીયલ એસ્ટેટ બાંધકામ સાઇડો પર
ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે. જેવાં કે, બહુમાળી ઇમારતોનાં બાંધકામ વખતે મજૂરોના
માથા પર એક સાથે વધારે ઇંટોનો ભાર ન આવે તે માટે અર્પણભાઇ અને તેમના વિદ્યાર્થીઓએ બનાવેલ
મોડેલ ‘કમરપટ્ટા’ ખૂબ જ પ્રચલિત અને લોકપ્રિય બનેલ છે. આ મોડેલ ઇન્સ્પાયર એવોર્ડ માટે પણ
નોમિનેટેડ થયેલ હતું.

બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટ્રીકોણનો
જ્ઞાનોદય થાય તથા પોતાના ભાગમાં આવેલ દરેક કાર્યમાં પોતાના 100% અર્પણ કરવાની
ભાવનાથી કાર્ય કરતાં અર્પણભાઇ જેવાં ગુરૂજીઓ સાથે સમયપસાર કરવાની તક મળવી તે પણ એક
સૌભાગ્ય જ ગણી શકાય. જ્યારે પણ આવા એક
મુઠ્ઠેરી ઉંચા ગુરૂજીઓના કાર્યો જોવા અને જાણવાં મળે છે ત્યારે ચોક્કસથી બોલાઇ
જવાય છે વાહ.... ગુરૂજી!!!!!
0 Comments