Subscribe Us

Header Ads

મુઠ્ઠી ઉંચેરા અધિકારી

 

 

મુઠ્ઠી ઉંચેરા અધિકારી

આજે તમને એક એવા અધિકારીશ્રી સાથે પરિચય કરાવવા જઇ રહ્યો છું જેઓએ સાચા અર્થમા કર્મયોગી અધિકારીના નામને ઉજાગર કર્યું છે.

જેમનું નિષ્કામ કાર્ય  એ જ પરમેશ્વરની ભક્તિ એવા સૂત્રને સાર્થક કરનાર અધિકારી એટલે પાટણ તાલુકાની શૈક્ષણિક ટીમના સુકાની એવા મહેંદ્રભાઇ મકવાણા સાહેબ. આ એક એવા અધિકારી છે જે સાચા અર્થમાં પોતાની કચેરીમાં આવતા લાભાર્થી અને અરજદારોને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ અપાવવા હમેશાં કટીબધ્ધતાથી કાર્ય કરે છે. સાહેબશ્રી  સાથે નિકટ્તાથી પાંચ વર્ષથી જોડાવવાનું સૌભાગ્ય મળી રહ્યું છે. તેઓશ્રીની  કચેરીના અન્ય કર્મચારીઓ તો રાબ્યેતા મુજબ પોતાની ફરજ પર આવે છે પરંતુ સાહેબ સવારે  7:00 વાગ્યે કચેરીમાં આવીને પોતાનું કાર્ય  શરુ કરે છે. સાહેબ સાંજના સાત વાગ્યા સુધી તેમાની કચેરીમાં અચુક હોય જ જેથી તાલુકાના કોઇ પણ શિક્ષક શાળા સમય પછી પણ તેઓને મળી શકે. જ્યારે શાળાઓમાં શૈક્ષણિક કાર્ય ચાલુમાં  હોય ત્યારે તેઓ દરરોજ તાલુકાની કોઇ એક શાળાની પ્રાર્થનાસભામાં અવશ્ય જોડાય.બપોરના  મ્ધ્યાહન ભોજન વખ્તે બાળ્કોને પોષણયુક્ત અને યોગ્ય ગુણવત્તાયુક્ત ભોજન મળી રહે તે માટે તેઓ સતત હેંડહોલ્ડીંગ કરતા પણ જોવા મળે . .

     છેલ્લા કેટલાક સમયથી તેમનું વહિવટી સાનિધ્ય પણ મળતું રહ્યું છે.પોતાના તાબાના કર્મચારીઓની કાળજી કેવી રીતે લેવી તેવો ગુણ સાહેબ પાસેથી ગ્રહણ કરવા   જેવો છે.તાલુકામાં લગભગ 800 ઉપરાંત કર્મચારીઓ છે. દરેક વ્યક્તિની આર્થીક સ્થિતિ  સરખી ન પણ હોય.  કેટલાક કર્મચારીઓ અથવા  તેમના પરિવારના  સભ્યો પગારની તારીખ પર ડોક્ટરની એપોઇમેન્ટ લેતા પણ હોય આવા વખતે  તાલુકાના શિક્ષકોનો પગાર તેઓ નિયમિત રીતે દર માસની 3 તારીખ સુધી કરી દઇ કર્મચારીઓની માનસિક દવાખાનોનો માનસિક તણાવ ઓછો કરવા સતત મથતા જોવા મળે છે. અને આવાજ કારણોથી  કર્મચારીઓના દિલમા વસેલ છે.

અગાઉના વર્ષોમા રીટાયર્ડ થયેલ કર્મચારીઓ જેઓ અત્યારે અશક્ત હાલતમાં હોય તો કચેરીની પહેલી મુલાકાત વખતે જ શક્ય તેટલી મદદ કરી તમામ મુલાકાતીને યોગ્ય માર્ગદર્શન આપતાં હંમેશાં જોવા  મળે છે.સાહેબનું ફાઇલિંગ કાર્ય કૌશલ્ય્માં ખૂબ નિપૂર્ણતા છે.કોઇ પણ ફાઇલ અથવા સેવાપોથી કયા કબાટમાં કઇ  રો મા કયા  ક્રમે હશે!!! તે તેઓ માત્ર સેકંડોમાં જ જણાવી દે છે,  જે તેમની વહિવટી નિપુર્ણતાની નિશાની છે.  

     સાહેબશ્રીનું બાળપણ અત્યંત સાદગીપૂર્ણ તથા હાડમારીભર્યુ વિતેલ છે. પોતાના પર વિતેલ કષ્ટો તાલુકાના પ્રાથમિક કેળવણી મેળવતા કોઇ પણ બાળક પર ન વેઠે  તે માટે તેઓ સતત જાગ્રુત રહી સતત બાળકોના શિક્ષણની જ ચિંતા કરે છે.

             આવા મુઠ્ઠી ઉંચેરા અધિકારીશ્રીનો ૧લી જાન્યુઆરીના રોજ જન્મદીવસ છે. પરમાત્મા સાહેબને અપાર બળ અને તેજ આપે એવી શુભેચ્છાઓ.

                                                                                           સંકલન: મૌલિક પટેલ

Post a Comment

0 Comments