Subscribe Us

Header Ads

તારીખ: ૧૨/૦૭/૨૦૨૦             
                વાત બે દેડકાની
              એક ખાબોચિયાની બાજુમાં થોડા દેડકાઓની ટુકડી રહેતી હતી. ખાબોચિયામાં ઉંડો ખાડો હતો. આ ખાડામાં બે દેડકાઓ પડી ગયા .તેઓએ ખાડામાંથી બહાર નિકળવા ખૂબ મથામણ કરવા લાગ્યા.ખાડામાં કિચડ અને માટી ચિકણી થયેલ હોવાના કારણે તેઓ બહાર નિકળી શકતા ન હતા. ખૂબ પરિશ્રમ કરવાના કારણે તે થાકી ગયા. આ બાજુ બાકીના દેડકાઓને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તે ખાડાની ઉપરની બાજુ ટોળું વળી કિકિયારીઓ પાડવા લાગ્યા. તેઓને જ્યારે એવું લાગવા માંડ્યું કે હવે પોતાના બે સાથીદારો ખાડામાંથી બહાર નિકળી શકશે નહિ ત્યારે તેમને ઉપદેશ આપવા લાગ્યા કે હવે તમારું મોત નજીકમાં જ છે આવા વખતે જીવનની આશા છોડી દઇ ચિત્ત પ્રભુ નામ સ્મરણમાં લગાડો. અત્યાર સુધી આપણા જે પણ પૂર્વજો આ ખાડામાં પડ્યા છે તેમાંથી એક પણ બચી શક્યા નથી .માટે આ અંતિમ ઉપદેશ તમને કામમાં લાગશે અને તમારો ઉધ્ધાર થઇ જશે.આ વાત એક દેડકાએ સાંભળી લિધી અને તેણે તે મુજબ જ કરવાનું નક્કી કરી વ્યર્થ પ્રયત્ન કરવાનું છોડી દઇ હરી નામ શરણું લઇ લિધું.બીજા દેડકાના કાનમાં પાણી ભરાવવાના કારણે તે સ્પષ્ટ પણે અવાજ સાંભળી શકતો ન હતો તેને માત્ર ઉપર રહેલા તેના મિત્રોનો કોલાહલ જ અસ્પષ્ટ રીતે કાને અથડાતો હતો. તેણે કૂદકા મારવાના પ્રયત્નને રોક્યા નહિ અને થાકીને લોથપોથ થઇ ગયેલ હોવા છતાં પેલા કોલાહલને કારણે જોશમાં આવી કૂદકા મારતો જ રહ્યો ને એક કૂદકામાં તેને સફળતા મળી અને તે બહાર નિકળી ગયો. આ બાજુ ઉપર જે દેડકાઓની ટોળી હતી તે શાંત થઇ ગઇ. તેઓના ઇતિહાસમાં કોઇ આ ખાડામાંથી બહાર નિકળ્યું ન હોવાના કારણે તેમને વિશ્વાસ જ આવતો ન હતો કે આ બહાર કેવી રીતે આવ્યો. હવે તેમણે વિજેતા દેડકાને પૂછ્યું કે ભાઇ અમે તો કહેતા હતા કે કોઇ આજ દિવસ સુધી બહાર આવ્યું નથી તો તે શું જાદુ કર્યું .વિજેતા દેડકાએ કહ્યું કે મને તો એમ હતું કે તમે મને બહાર આવવા માટે ચેયર્સ કરતા હતા.આ બાજુ કિચડમાં રહેલ દેડકાએ પ્રાણ ત્યાગી દીધા.
               સફળ થવાનો એક માત્ર નાનક્ડો મહામંત્ર એટલો જ છે કે જ્યાં સુધી ઇચ્છિત પરિણામ ન મળે ત્યાં સુધી દુનિયાદારીની વાતો ન સંભળાય એટલા માટે થોડો સમય બહેરા બનીને પણ કાર્ય કરવું જોઇએ.આપણી આસપાસ રહેલ લોકો આપણા શુભેછુકો જ હોય છે અને તે પણ આપણા ઉધ્ધાર માટે જ શિખામણ આપતા હોય છે તેમની પાસે અનુભવ હોય એટલું જ જ્ઞાન હોવાને સંભવ છે અને આપણા નિજ પ્રયત્નો આપણને બિન અનુભવજન્ય જ્ઞાન શિખવીને પણ જ્ઞાન આપે છે.ભલે કોલંબસની ખેવના ભારતનો જળમાર્ગ શોધવાની હોવા છતાં તેણે ભારતને બદલે અમેરીકા શોધ્યો .પણ કંઇક નવું શોધવાનો કે ખોજવાનો આનંદ તો પ્રાપ્ત કર્યોને.
           આ મારો લેખ મારા એ મિત્રોને સમર્પિત કરું છું જે પોતાના આસપાસની હજારો નિરાશાઓ અને નકારાત્માઓ સામે અલ્પશ્રવણ  બનીને પોતાના કાર્યમાં સતત પ્રવ્રુત રહેલ છે.
                                                                           - મૌલિક પટેલ

Post a Comment

0 Comments