Subscribe Us

Header Ads

ઉપહાસ કે સહવાસ!!!!

ઉપહાસ કે સહવાસ  !!!
 
   ઘણાં વર્ષો પહેલાંની વાત છે. એક  નાનું નગર હતું. નગર સમ્રુધ્ધ હતું તેમ છતાં જેમ દરેક નગરમાં સમ્રુધ્ધતા વચ્ચે ક્યાંક ક્યાંક ગરીબાઇ જોવા મળે છે તેમ આ નગરમાં પણ બે ગરીબ મિત્રો રહેતા હતાં. આ મિત્રોમાં એક મિત્રને પગમાં પેરાલિસિસ હતો. અને બિજો મિત્ર સુરદાસ હતા. બંન્ને મિત્રો એક જ જગ્યાએ બેસતા અને ગરીબાઇના કારણે  પોતાના નસીબને દોષ આપતા હતા.એક દિવસ આ નગરમાં એક સિધ્ધ પુરૂષ આવ્યા હતા. નગરના તમામ લોકો આ સિધ્ધ મહાત્માની પાસે પોતાને રહેલાં દુ:ખોના સમાધાન અર્થે જતા હતા. પેલા બંન્ને મિત્રોને પણ સિધ્ધ મહાત્માની ખ્યાતિ સાંભળી તેમની પાસે જવાની ઇચ્છા થઇ. બીજા દિવસે આ બંન્ને મિત્રો મહાત્મા પાસે જઇને પોતાના દુ:ખોની વાત કહિ. તેમણે જણાવ્યું:-”મહાત્મા કુદરતે અમને ખૂબ અન્યાય કરેલ છે. આ નગર ખૂબ સમ્રુધ્ધ છે પણ તેની ભવ્યતાની  અમે બંન્ને અનુભૂતી કરી શકતા નથી.” એકે કહ્યું:” હું અપંગ હોવાના કારણે ચાલીને જોઇ શકતો નથી અને બીજાએ કહ્યું. હું આંધળો હોવાના કારણે જોઇને સુખ મેળવી શકતો નથી. ક્યારેક અમારી આ શારીરીક અક્ષમતાને કારણે અમને પૂરતું જમવાનું પણ મળતું નથી. ક્રુપા કરી અમને માર્ગદર્શન આપો જેથી અમે પણ અમારું જીવન આ માયાનગરીમાં નિર્વાહ કરી શકીએ”.મહાત્માએ બંન્ને સામે જોઇને સસ્મિત કહ્યું:.”કુદરતે આપ બંન્ને પર ખૂબ અનુકંપા કરેલ છે. કુદરતે તમને બંન્નેને સાથે રાખ્યા છે પણ તમે તમારી બંન્નેની શક્તિઓથી પરિચિત થયા નથી. જો અંધ વ્યક્તિ અપંગ વ્યક્તિને પોતાના ખભા પર બેસાડી નગરચર્યા પર નિકળશો તો નગરની ભવ્યતા ની અનુભૂતિ કરી શકશો અને લોકક્રુપાથી ભૂખ્યા પણ નહિ રહેવું પડે. બંન્ને મિત્રોએ માર્ગદર્શન મુજબ જ કર્યુ તો તેમની  પહાડ જેવી સમસ્યા રાઇ જેવી થઇ ગઇ.
    જીવંત વ્યક્તિને જ સમસ્યાઓ રહેતી હોય છે. સાચો સથવારો જીવનમાં મળી જાય તો એકમેકની નિર્બળતાઓ અને ખામીઓ  એકબિજાની ખૂબી બની જાય છે. જો આપણેજ આપણા મિત્રોને સમજી નહિ શકીશું તો અન્ય લોકો તો આપણો ઉપહાસ જ કરશે. બહુ તંત જ બલવંત થાય છે એમ આપણા મિત્રોને તેમની શક્તિઓથી પ્રોત્સાહિત કરી તેમનાથી જોડાઇ રહેવાની  તક આપણે ગુમાવવી જોઇએ નહિ.

                                                 સંકલન:- મૌલિક પટેલ

Post a Comment

0 Comments