શનિવારનો બપોર પછીનો સમય હતો,મોટાભાગના અધિકારીઓ
કુટુંબ સાથે વિકએન્ડ વિતાવવા ઓફિસમાં ફટાફટ પોતાનું બાકી કામ પૂરૂ કરી ઓફીસ
છોડવાની ઉતાવળ કરી રહ્યા હતા.ભયાનક આવેલા પૂરની તબાહીના કારણે અધિકારીઓને શનિવાર
તથા રવિવારની રજાઓ રદ કરવામાં આવેલ હતી.આ શનિવાર અને રવિવાર કુટુંબ સાથે વિતાવવા
મળશે એનો આનંદ દરેકના ચહેરા પર સ્પષ્ટ વાંચી શકાતો હતો.જીલ્લાની પ્રાથમિક શાળાઓનું
સંચાલન કરતી શિક્ષણની વડી કચેરીમાં નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવતા મહેતા સાહેબ પણ
ઓફીસથી ઘરે જવાની તૈયારીમાં હતા.થોડી સૂચનાઓ આપ્યા બાદ જ્યારે તેઓ પોતાનું
ચેમ્બર છોડી રહ્યા હતા તે જ વખતે ફોનની ઘંટડી રણકે છે.સાહેબ ફોન ઉપાડવા ની સૂચના કલાર્કને આપે છે.સામા છેડેથી અવાજ આવે છે.સાહેબ હું
સિધ્ધપુર થી વાત કરું છું.મારે પટેલ સાહેબ સાથે વાત કરવી છે.ક્લાર્ક પટેલ સાહેબને
ફોન ફોરવર્ડ કરે છે.વાતનો દોર ચાલુ થાય છે.સાહેબ મારી દિકરીએ બે દિવસથી ખાધું નથી
ને સતત રડ્યાજ કરે છે.એ કહેતી હતી કે મારી સાથે ભણતી બધી છોકરીઓના ખાતામાં શિષ્યવૃત્તિનાં
પૈસા આવી ગયા છે ને મારે નથી આવતા.સાહેબ મારી દિકરી ખૂબ હોશિયાર છે.આ બાબતે મેં
દિકરીની શાળામાં પણ તપાસ કરી તો જાણવા મળ્યું કે તેમની પાસે પણ આની કોઈ માહિતી
નથી.છેવટે હું અમારી ગામની શાળાના મોટા સાહેબને મળ્યો તો તેમને તમારો નંબર આપ્યો
અને કહ્યું કે સાહેબ ખૂબ ભલા માણસ છે.તમારી વાત સાંભળશે અને તમને સાચી વાત
જણાવશે.
સાહેબ એટલે તમને ફોન કર્યો.વડા સાહેબે કહ્યું કે આજે તો હવે ઓફીસ બંધ થાય
છે તમારો નંબર આપો અને હું તમને સોમવારે
તપાસ કરીને કહીશ. સાહેબ ચેમ્બર છોડી પાર્કીંગમાં પડેલ પોતાની ગાડીમાં ગોઠવાય છે
અને ગાડી ચાલુ કરી ઘરે પહોચવા ઉતાવળે નીકળે છે.ગાડી ચલાવતા પેલા વાલીનો અવાજ મનમાં
સ્મરણ થાય છે “સાહેબ બે દિવસથી દિકરી રડ્યા કરે છે એણે શું ખાધું નથી”સાહેબના
હૈયામાં રહેલો બાપનો આત્મા જાગતો થાય છે.ને ગાડીની સ્ટીયરીંગ આપમેળે ઓફીસ બાજુ
વાલી જાય છે.સાહેબ જ્યારે ઓફીસ પાછા આવે છે ત્યારે ઓફીસના તમામ કર્મચારીઓ ઘરે
ચાલ્યા ગયા હતા.સાહેબે પોતે ઓફીસ ખોલી .કમ્પ્યુટર માંથી પેલી દીકરીનું પરીક્ષા
વર્ષ તથા બધી બાબતોની ચકાસણી કરે છે.બધી રીતે દીકરીને શિષ્યવૃત્તિનાં નાણા મળે તેમ
છે તેવી ખાતરી થતા રાજ્યમાં ફોન કરે છે
અને આપણા રાજ્યના મોટા સાહેબના પ્રયત્નથી રાજ્યના
બધાજ લાભાર્થી બાળકોનાં ખાતામાં ૩૧ ઓગષ્ટ
સુધી પૈસા આવી જશે.સાહેબ હવે પેલા વાલીનો નંબર શોધીને ફોન કરે છે.સામા છેડે થી અવાજ આવે છે.હેલ્લો .
સાહેબા બધી વિગત જણાવે છે અને દિકરી સાથે વાત કરે
છે તો જાણવા મળે છે કે સાહેબ આ મારા ભાઈના પગમાં ફેકચર થયેલ છે .ડોકટરે ઓપરેશનની વાત
કરી છે. સાહેબ અમે ખૂબ ગરીબ છીએ આટલી રકમ અમારી પાસે નથી .મારી સાથે ભણતી છોકરીના
ખાતામાં પૈસા આવી ગયા ને મારા ખાતામાં હજુ નથી આવ્યા .સાહેબ મને એમ હું કે મને
મળનાર આ શિષ્યવૃત્તિનાં ૨૪૦૦૦ રૂપિયાની રકમમાંથી મારા ભાઈનું ઓપરેશન કરાવવું
છે.મારા ભાઈની રક્ષાબંધનામા આ નાણા થી
રક્ષા એવું હું ઈચ્છતી હતી.
સાહેબની આંખોમાં આંસુ આવી જાય છે કેવી સ્વમાની
દિકરી........!! સાહેબે કહ્યું બેટા આ મહિનાના અંત સુધીમાં પૈસા આવી જશે અને હા
ત્યાં સુધી જો જરૂરિયાત હોય તો મને કહેજે મને મદદ કરવી ગમશે.અને ફોન કટ થાય છે.
આ વાત સંપૂર્ણ કાલ્પનિક નથી.
-
મૌલિક પટેલ
0 Comments