Subscribe Us

Header Ads

તજજ્ઞની વેદના

                                   તજજ્ઞની વેદના
એક વખત એક ગામના તમામ કૂતરાઓ સંઘ લઇને જાત્રા કરવા માટે ગયા. તેમણે તમામ યાત્રા સ્થળો  પર દર્શન કરી સુખરૂપ પ્રભુ ભજન કરતા કરતા પોતાની યાત્રા પૂર્ણ કરી .જ્યારે તેઓ પોતાના ગામમાં પાછા આવ્યા ત્યારે તેમના સૌ સગાં-વ્હાલાઓ તેમને મળવા આવ્યા અને તેમના ખબર અંતર પૂછ્યા .તેમણે યાત્રાળુઓને માર્ગમાં પડેલી તકલિફો જણાવવાનું કહ્યું ત્યારે યાત્રાળુઓએ એટલું કહ્યું: અમને કોઇ જગ્યાએ કોઇ તકલિફ પડી નથી બધી જગ્યાએ લોકો ખૂબ સારા હતા. દરેક જગ્યાએ રહેવા ,જમવાની સગવડ સારી હતી,પ્રભુ દર્શન પણ સારી રીતે થયા માત્ર એક તકલિફ એટલી હતી કે અમે જે ગામમાં જતા ત્યાં આપણી બિરાદરી વાસીઓ અમને જોઇને અમને સમજ્યા કે ઓળખ્યા વગર ભસવા અને કરડવા તથા અમને એ ગામમાંથી ભગાડવા અમારી પાછળ પડી જતા હતા.

  મીત્રો તાલિમ વર્ગખંડમાં પણ આપણો શિક્ષક જ્યારે ખૂબ હાંશથી તૈયારી સાથે જ્યારે તજજ્ઞ તરીકે ઉભો થાય છે ( મોટે ભાગે તજજ્ઞ તરીકે તેમને પરાણે લાવવા પડે છે ) ત્યારે આપણે પેલા બિરાદરીઓની જેમ તેને ભગાડવાની કોશીશ કરીને તેમના માર્ગમાં પથ્થરતો નાંખવાનું કાર્ય  તો નથી કરી રહ્યાને એ એક આત્મચીંતનનો વિષય છે. 

Post a Comment

0 Comments