Subscribe Us

Header Ads

વાહ ગુરૂજી !!!!!

વાહ ગુરૂજી  !!!!!
સમી તાલુકાના અનવર પુરા ગામમાંથી પોતાના શૈક્ષણીક યજ્ઞિક કાર્યની શરૂઆત કરનાર શ્રી સોવનજી ઠાકોર સાહેબના સાનિધ્યને માણવું એ સૌભાગ્યની વાત છે.
પાટણ તાલુકાના સમોડા ગામના સંતાન ને જન્મે ક્ષત્રીય એવા સોવનજી સાહેબની તારીખ ૧૮/૧૦/૨૦૧૪ ના રોજ પાટણ તાલુકાના ડેર વચલી પાટી શાળામાં શિક્ષક ( વર્ગખંડના) તરીકેની ભૂમીકાનો છેલ્લો દિવસ હતો. મારા મિત્રો તથા હુ  આ સાધુ પુરૂષને શાળામાં શિક્ષક તરીકે નિહાળવા ઉપડી ગયા.
સોવનજી સાહેબ એક મળવા જેવું તેમજ માણવા જેવું વ્યક્તીત્વ છે. તેમના વિચારો તેમના જીવન જેવા જ ઉચ્ચ કોટીના છે. આ ગુરૂજી વિષે જણાવતા ં મને આનંદ થાય છે કે તેમણે જીવનમાં કોઇ દુશ્મન બનાવ્યા નથી .પાટણ તાલુકાની રવિયાણા પ્રાથમિક શાળામાં શ્રેષ્ઠ શિક્ષક તરીકેની તેમની કામગીરી તાલુકા તથા જિલ્લાના શિક્ષકો માટે પ્રેરણાદાયી રહી છે. મારા જ એક મિત્ર જણાવ્યા મુજબ સાહેબ અણઘડને સુઘડમાં રૂપાંતરીત કરતા પારસમણી છે. જેમ અર્જુન બાણાવણી ખરો પણ તેને તૈયાર કરનાર દ્રોણની ભૂમીકા આપણે ભૂલવી જોઇએ નહિ તેમ મને તૈયાર કરનાર મારી કારકિર્દીનો પાયો અને ઇમારત ચણનાર શ્રી સોવનજી સાહેબ મારા સાચા અર્થમાં ગુરૂ છે.
સોવનજી સાહેબ ના જીવનના અમૂલ્ય સોનેરી સૂત્રો
કોઇ કહે કે હું બળિયો તો પ્રેમથી જણાવો કે ભાઇ તારુ વજન મારાથી વધારે છે તેથી તારુ પલ્લું ભારે અને હું તારાથી વજનમાં હલકો હોવાથી મારી ઉંચાઇ પર છું.
જીવનમાં અહમ રાખતા નહિ, માણસ્ને તેનો અહમ મારી નાખે છે.
આપણને કોઇ વ્યક્તીએ એક વખત પણ જો મદદ કરી હોય તો તેનો ઉપકાર ક્યારેય ભૂલવો જોઇએ નહિ.ઉપકાર વજનથી નહિ પણ માનવીના હૈયાના ભાવથી મૂલવવો જોઇએ.
સાથી કર્મચારીઓ સાથે હંમેશાં પ્રેમથી વર્તવું જોઇએ. પીંછાં વગરનો મોર અને મોર વગરના પીંછા નું મૂલ્ય અધુરૂ છે.
સાથીઓ સાથે ખોટી તકરારમાં પડીને બાળદેવોને ભૂલવા જોઇએ નહિ.
સાહેબશ્રીનું આધ્યાત્મીક જીવન પણ ખૂબજ પ્રેરણાદાયી છે. મારી સાથેના ઘણા સી.આર.સી. મિત્રો પોતાની મૂંઝવણો તેમની પાસેથી ઉકેલતા જોવા મળેલ છે. તેમના દ્વારા તૈયાર થયેલ શિક્ષકો જિલ્લા કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ સારી કામગીરી કરી રહ્યા છે. શાળામાં વિધ્યાસહાયકો માટે એક પિતાની તેમજ અન્ય શિક્ષકો માટે મોટાભાઇની ભૂમીકા ભજવતા તેમજ સમગ્ર શાળાને સૂતરની માફક એક તાંતણે ગુંથનાર સાધુ પૂરૂષ સોવનજી સાહેબ તેમના નિવ્રુતિ પછીના જીવનમાં પણ પ્રવ્રુત રહેવાનો તેમનો સંકલ્પ છે.
 પ્રાથમિક શાળામાં કાર્ય કરતા શિક્ષકો સોવનજી સાહેબ જેવા ગુરૂજીઓને જોઇને તેમના જેવા બનવાનું મન થાય છે અને હૈયાના પ્રત્યેક ધબકારમાંથી નાદ નિકળે છે કે ......
વાહ .... ગુરૂજી!!!!!!!


નવી સત્ય વાત સાથે અને નવા ગુરૂજી સાથે ફરીથી મળીશું ત્યાં સુધી આવજો !! 
સંકલન 
આપનો મૌલિક પટેલ — at der,patan,gujarat.

Post a Comment

0 Comments