Subscribe Us

Header Ads

આકાશદર્શન


મારું બાળપણથીજ સ્વપ્ન હતું રાત્રી શાળાનું. મારા પ્રાથમિક શાળાના ગુરૂજીઓ મને અને મારા સહપાઠીઓને આ અવસર પૂરો પાડતા હતા. પીટીસીના વિધ્યાર્થી કાળમાં મને આ સ્વપ્ન હંમેશાં રહેતું કે હુ મારા વિધ્યાર્થીઓને રાત્રી શિક્ષણ પૂરું પાડવાનો પ્રયત્ન કરીશ. શિક્ષક બન્યાના આઠ વર્ષ બાદ મારું આ સ્વપ્ન સાકાર થયું. મારા ક્લસ્ટરની ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો માટે માન.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રી-પાટણની મંજુરીથી આકાશદર્શનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રોજ રાત્રે સાત વાગ્યા પછી મારી શાળાઓ પુન: શરૂ થતી. બાળકોને ગ્રહો,તારાઓ,ગ્રહોના ઉપગ્રહો,નક્ષત્રો, અવકાશી પદાર્થો, તમામ ગ્રહોની સમજ ટેલિસ્કોપ તથા સ્ટેલેરીયમ સોફ્ટવેરની મદદથી આપવામાં આવી. આ ઉપરાંત એલ.સી.ડી પ્રોજેક્ટરની સ્ક્રીન પર શાળાએ કરેલ પ્રવ્રુતિઓનું ગામ લોકો સમક્ષ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું. આ પ્રવ્રુતિથી ઘણી સંકલ્પનાઓ સીધ્ધ થયેલ જોવા મળેલ હતી.
આ કાર્યમાં સહયોગ આપવા બદલ લોકવિજ્ઞાન કેન્દ્ર-પાટાના સંયોજક શ્રી દર્શનભાઇ ચૌધરીનો આભાર માનું છું આ ઉપરાંત આ કાર્યક્રમને મંજુરી આપવા બદલ જિલ્લા કલેક્ટરશ્રી-પાટણ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી-પાટણ,જિલ્લાપ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી-પાટણ,તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી-પાટણનો હું આભાર માનું છું.
                                                            -        મૌલિક પટેલ 

Post a Comment

0 Comments