Subscribe Us

Header Ads

કેશણી પ્રા.શાળા

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં ઝીલીયા પગાર કેન્દ્રની કેશણી પ્રા.શાળા શૈક્ષણિક તથા સહઅભ્યાસિક પ્રવૃતિમાં નવા આયામો સર કરી રહી છે. ૨૨૦ વચ્ચે ૯ સારસ્વત મિત્રો સારું કામ કરી રહ્યા છે.
શાળામાં શિક્ષકગણ દ્વારા સુંદર શૈક્ષણિક કાર્યની સાથે અવનવી અનેક સહ અભ્યાસિક પ્રવૃતિઓ કરવામાં આવે છે. તાજેતરમાં જ બાળકોમાં માતા પિતાએ કરેલા ઉપકારની સમજ કેળવાય એવા ઉમદા હેતુસર શાળામાં શાસ્ત્રોક્ત વિધિસર ' માતૃ પિતૃ ' પૂજન નો કાર્યક્રમ કરવામાં આવ્યો. બાળકો દ્વારા પોતાના માતા પિતાની આરતી ઉતારવામાં આવી. માતા પિતા તથા બાળકોની આંખમાં આવેલ લાગણીસભર અશ્રુ એ કાર્યક્રમની સફળતા હતી. સાથે સાથે શિષ્યવૃતિની પરીક્ષામાં શાળાના ૩ બાળકોએ સફળતા મેળવી એ પણ શાળા માટે ગૌરવપ્રદ બાબત બની. આજનું ગુલાબ,આજનો દિપક,આજના સમાચાર, અક્ષયપાત્ર,ખોયા પાયા જેવી રોજીંદી પ્રવૃતિની સાથે સાથે ભાષા વાંચન, કિવઝ,રમતો,આજનો સુવિચાર, આજનું જાણવા જેવું, વિશેષ દિન ઉજવણી, તહેવાર ઉજવણી, ગુરુવાણી જેવી રસપ્રદ પ્રવૃતિ પણ હર્ષભેર કરવામાં આવે છે. શિક્ષકોની ઉમદા કામગીરી ના ફળ સ્વરૂપે ગામલોકો દ્વારા શાળામાં ગણવેશ, દરેક વિષયની સ્વાધ્યાય પોથી, નોટબુક, તિજોરી, L.E.D ટી.વી., વર્ષમાં 30 જેટલા તીથી ભોજન, પરબ બંધાવવી, ઓફિસ ટેબલ જેવું માતબર દાન મળેલ છે.
                                                                                                                           -મૌલિક પટેલ
‪#‎decpatan‬
‪#‎teampatan‬
‪#‎districtpanchayatpatan‬
‪#‎innovation‬


Post a Comment

0 Comments