મારો નવતર પ્રયોગ મારા બાળકો માટે
પાટણ જિલ્લાના સરહદી
તાલુકો સાંતલપુરમાં આવેલું સરહદ પરનું ગામ કિલાણા. કિલાણા ગામમાં આવેલી પ્રાથમિક
શાળા તેઆ અવનવા મૂલ્યલક્ષી કાર્યક્રમો થકી દરેકને નોંધ લેવડાવે છે. આ વખતે પણ આ
શાળાએ એક નવતર પ્રયોગ કરીને ગામ તથા સમાજના પ્રસંશાને પાત્ર બની છે.
શાળાના ઉત્સાહી આચાર્યશ્રી નિકુલભાઇ રાયકા તથા શિક્ષક મિત્રોએ શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોમાં મૂલ્યોનો વિકાસ થાય તે માટે તમામ બાળકોનો જન્મદિનની એકસાથે ઉજવણી કરવાનું નક્કી કર્યું. તેમણે આ કાર્યક્રમમાં ગાયત્રી પરીવાર રાધનપુરની મદદ લીધી. તમામ બાળકોને રામનવમીના આગળના દિવસે જન્મ દિવસ નું મહત્વ તથા શ્રી રામ જેવા ગુણો ધારણ કરવા માટે સમજ આપી . શાળાના બાળકો જેટલી મિણબત્તીઓ લાવી બાળકો પાસે પ્રગટાવી . અને જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પાથરવાની સમજ આપી.
આ ઉપરાંત ધોરણ: ૭ ના
વિધ્યાર્થીઓને પક્ષી બચાવો સંસ્થા દ્વારા પાણીની પરબ તથા અક્ષયપાત્ર આપવામાં
આવ્યું .બાળકોએ પોતાની મનગમતા વ્રુક્ષ પર આ પરબ લગાવી અને બાજુમાં અક્ષયપાત્ર
લટકાવી દિધું. બાળકોએ રજાઓના સમયમાં પણ આ પરબમાં પાણી તથા અક્ષયપાત્રમાં દાણા આખવાનો
સંકલ્પ કર્યો. ધોરણ ૮ માં અભ્યાસકરતા બાળકો માટે દિક્ષાંત સમારંભનું પણ આયોજન
કરવામાં આવ્યું હતું.
એક તબક્કે તો
ગાયત્રી પરીવારજનો પણ એમ બોલી ઉઠ્યાકે ભારત ૨૧ મી સદીના મધ્યભાગમાં વિશ્ર્વનો
માર્ગદર્શક બનશે કેમકે સરકારી પ્રાથમિક શાળામાં આવું મૂલ્યોનું શિક્ષણ અપાય છે.
0 Comments