Subscribe Us

Header Ads

માનવતા નો પર્યાય એટલે.............

માનવતાનો પર્યાય એટલે કેળવણીકાર.આજે એક શિક્ષકની વાત કરવા જઇ રહ્યો છું જેની કામની વિગત તમને જાણ્યા પછી તમે કહેશો કે માનવતાનો પર્યાય એટલે શિક્ષક કે કેળવણીકાર
      આ વાત મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં છેવાડાના વિસ્તારમાં આવેલા એક ગામના પ્રાથમિક શિક્ષકની છે. આ ગામમાં ધોરણ ૧ થી ૮ સુધીની પ્રાથમિક શાળા આવેલી છે.ગામના બધાજ બાળકો શાળામાં જ જોવા મળતા હતા .પરંતુ ધોરણ ૮ પછી કોઇ બાળક આગળ અભ્યાસ કરવા માટે શહેર કે અન્ય ગામમાં જતા ન હતા.બાળકોના માતાપિતાની પરિસ્થીતી પણ એટલી સધ્ધર નથી કે તેઓ પોતાના બાળકોને આગળ અભ્યાસ માટે મોકલી શકે. આ વાતનો રંજ ગામમાંજ શિક્ષક તરીકે કાર્ય કરતા શિક્ષકના હૈયામાં ડંખતી હતી.
      શિક્ષકે પોતાના મિત્ર અને શંખેશ્વર માં હાઇસ્કુલમાં પ્રિંંન્સીપાલ ને વિનંતી કરીને શાળાના જ એક વધારાના બિન વપરાશી ઓરડામાં પોતાના બે વિધ્યાર્થીઓને રહેવાની વ્યવસ્થા કરી આપી. આ બાળકોના જમવાની વ્યવસ્થાનો તમામ ખર્ચ આ પ્રાથમિક શિક્ષક ઉપાડે છે. આજે આ ગામના  બાળકો ધોરણ ૧૨ ની પરીક્ષા આપી રહ્યા છે. અને આ બાળકો ખૂબજ તેજસ્વી છે. ગામના ધોરણ ૮ પાસ થયેલ તમામ બાળકોને ધોરણ ૯ માં પ્રવેશ અપાવી બાળકોના વાલીની ભૂમિકા આ શિક્ષક ભજવે છે.
ખરેખર  પેન્ટ શર્ટના પોષાકમાં કોઇ સંત હોય તેવું કાર્ય ગુજરાતના પ્રાથમિક શિક્ષકો કરી રહ્યા છે.

Post a Comment

0 Comments