Subscribe Us

Header Ads

સોબત તેવી અસર

           કોઇ એક નગરમાં એક ચિત્રકાર વસવાટ કરતો હતો. ચિત્રકામની કળાને કારણે તેની નામના દેશ પરદેશમાં પ્રસીધ્ધ થઇ હતી. એક દિવસ આ ચિત્રકારને માસુમતાનું ચિત્ર દોરવાની ઇચ્છા થઇ.તેણે ઘણા શહેરો તથા ગામમાં માસુમતા શોધવાનો પ્રયત્ન કર્યો પણ કંઇ સફળતા ન મળી છેવટે એક કિશોરને તેણે જોયો જોતાં વેત તેને લાગ્યું કે કુદરતે માસુમતા આ બાળકના ચહેરામાંજ ભરી હોય તેણે બાળક્ને બોલાવીને તેનું ચિત્ર બનાવવાની રજા માગી.ચિત્ર બન્યું ત્યારે એટલું અદભૂત હતું કે દેશ વિદેશમાં તે ચિત્રની નામના થવા લાગી. લોકો માસુમતાના પર્યાય તરીકે આ ચિત્રને ગણવા લાગ્યા.

           ઘણાં વર્ષો બાદ આ ચિત્રકારને ફરીથી એક ચિત્ર બનાવવાનો વિચાર આવ્યો .પણ,આ વખતે તે ભયંકરતા તથા ક્રુરતાનું ચિત્ર દોરવા માગતો હતો .દુનિયાના સૌથી ભયંકર તથા ક્રુર વ્યક્તીની શોધમાં તે ફરવા લાગ્યો.તેણે અનેક જેલો ખુંદી વળ્યો છેવટે એક જેલમાં તેને એક કેદિને જોયો અને જોતાં વેત તે બોલી ઉઠ્યો કે કુદરતે આનાથી વધારે ભયંકર તથા ક્રુર ચહેરો બિજો નહી બનાવ્યો હોય.

ચિત્રકારે ચિત્ર બનાવ્યું ત્યાર્બાદ પેલા ક્રુરતાના ચહેરા વાળી વ્યક્તી રડવા લાગી.ચિત્રકારે રડવાનું કારણ પૂછ્યું તો જવાબ આ પ્રમાણે હતો કે :"ઘણાં વર્ષો પહેલાં તમે મારી માસુમિયતનું ચિત્ર દોર્યુ હતું અને આજે મારીજ ક્રુરતાનું ચિત્ર દોર્યું છે."ચિત્રકારે બધી વાત સમજી તો આ એજ કિશોર હ્તો પણ ખરાબ મિત્રોની સોબત કરવાને કારણે તે આજે દુનિયાનો સૌથી વધારે ક્રુર વ્યક્તી બની ગયો. હતો.


સોબત તેવી અસર 

Post a Comment

0 Comments