Subscribe Us

Header Ads

દેડકો અને ઉંદર

  એક તળાવના ખબોચિયામાં એક દેડકો રહેતો હતો. દેડકો ખાબોચિયામાં આમતેમ ફર્યા કરતો અને ખાબોચિયાને પોતાને દુનિયા માનીને જીવતો હતો. તળાવની બાજુમાં એક ખંડેર જેવા મકાનમાં ઉંદર રહેતો હતો.ઉંદર વખારને પોતાની દુનિયા માનીને જીવતો હતો.
   ઉંદર અને દેડકા વચ્ચે મિત્રતા થઇ.તેમને એકબિજાનો સાથ ગમવા લાગ્યો અને મોટાભાગનો સમય સાથે ગાળવા લાગ્યા. તેમના મનમાં એક કાલ્પનિક ભય સતાવતો કે કોઇ તેમને અલગ તો નહી કરી દે.આથી તેમણે સાથે રહેવા એક નુસખો વિચાર્યો.એક દોરડી લાવ્યા અને તેનો એક છેડો ઉંદરે પોતાના પૂંછડીએ બાંધ્યો બિજો છેડો દેડકાએ પોતાના પગે બાંધ્યો.બંન્ને સાથે જીવવા લાગ્યા અને મોજ -મજા કરવા લાગ્યા.
એક દિવસની વાત છે પાણીમાં એક જીવડું પડ્યું હતું.દેડકાએ છ્લાંગ ,મારીને જીવડાને પકડવા કૂદકો લગાવ્યો.દેડકાની સાથે દોરડીએ બાંધેલ ઉંદર પણ પાણીમાં પડ્યો.ઉંદર પાણીમાં તરી ન શકવાને કારણે તે ડૂબવા લાગ્યો ને થોડી વારમાં મરી ગયો ને તેની લાશ પાણીમાં તરવા લાગી. આ વાત આકાશમાં ચકરાવો લેતી સમડીના ધ્યાને આવી તેણે મરેલ ઉંદરને ચાંચમાં લઇને ઉડવા લાગી તો તેની સાથે દોરડીથી બાંધેલ દેડકો પણ ખેંચાયો અને સમડીએ બંન્નેને મારી નાખ્યા.
 સંબંધનું પણ કંઇક આવુંજ છે ,સંબંધ બંધન કર્તા બને ત્યારે દરેકને નુકશાન કારક બને છે. સંબંધનો અત્યાચાર ન થવો જોઇએ.

Post a Comment

0 Comments