આ એક સુન્દર પ્રોજેક્ટ છે. મારા પાટણ જિલ્લામા આ પ્રોજેક્ટ ચાલુ વર્ષે એટલેકે વર્ષ:2010/11 મા અમલમા મુકવામા આવેલ છે. આ પ્રોજેક્ટમા પાટણ જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમીક શાળામા દર માસની આખરે જિલ્લા શિક્ષણ સમિતિ ટેસ્ટ લે છે. આ ટેસ્ટ મા જવાબો પ્રશ્ર્નપત્રોમા જ લખવાના હોય છે. આ પ્રશ્ર્નપત્રમા ગુજરાતી,ગણીત,science,સા.વિ.,અંગ્રેજી વિષયના 10 ગુણ ના પ્રશ્ર્નો પૂછવામા આવે છે. ધોરણ 5 થી 8 સુધી 50 ગુણની કસોટી તથા ધોરણ 3 અને 4 મા 30 ગુણની કસોટી લેવામા આવે છે. દરેક શિક્ષકે પોતાના વર્ગખંડ ના તમામ બાળકોના દરેક ટેસ્ટની નોધ રાખવાની હોય છે. આમ દર માસની આખરે બાળકની શૈક્ષણિક પ્રગતી માપન થતુ હોવાથી બાળકના વાલી તથા તેના વર્ગ શિક્ષક બાળકની માનસીકતાની વધારે નજીક થાય છે. હુ આ પ્રોજેક્ટ અમલમા મૂકનાર પાટણ જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પ્રફુલ જલુ સહેબને અભિનદન પાઠવુ છુ.
0 Comments