Subscribe Us

Header Ads

લોદરા ગામનો ઇતિહાસ્

આ ગામ પરમાર લુદરીયા ઠાકોર,જાલા મકવાણા ઠાકોર અને ઢજોલ રબારીઓએ વસાવેલ છે. આ ગામનુ તોરણ ઉપરની ત્રણેય લોકોએ બાધેલ છે. ગામનુ નામ લુદરીયા ઠાકોર્ ના નામ પરથી લોદરા પાડવામા આવ્યુ છે.
ગામનો ઉત્તરનો ભાગ દરબાર પાટી અને દક્ષીણનો ભાગ પીર પાટી કહેવાય છે.
દરબાર પાટીમા ક્ષત્રીય ઠાકોર અને પીર પાટીમા જ્ત નામના લોકો રહેતા હતા. આ ગામમા જુનામા જુનુ રામજી મન્દીર છે.આ ગામમા ઠક્ક્રર લોકોના કુળદેવતા દરીયાલાલ દાદાનુ મન્દીર છે.દર વર્ષ ચૈત્રી બીજના દિવસે દરિયા પીર્ નો વરઘોડો નીકળે છે.
ગામમા નવી શાળાના પાછળના ભાગમા મોટુ તળાવ તથા આગળના ભાગમા માદળુ તળાવ આવેલુ છે.લોદરા ગામમા પ્રાથમીક શાળાની શરુઆત તારીખ:2/12/1954 ના રોજ થઇ હતી.

Post a Comment

0 Comments