Subscribe Us

Header Ads

‘મહોલ્લા શિક્ષક મિત્ર’


‘મહોલ્લા શિક્ષક મિત્ર’

  કોરોનાની આ વૈશ્વિક મહામારીના સમયગાળામાં તમામ મોરચે જનજીવન પ્રભાવિત થયું છે.આપણે સૌ જે કાર્યમાં જોડાયેલ છીએ તે પ્રાથમિક શિક્ષણ પણ તેમાંથી બાકાત નથી.આ રોગના કારણે શાળાઓના વર્ગખંડ છેલ્લા ત્રણ માસથી ખૂલેલ નથી.બાળક એ કલ્પનાની મૂર્તિ છે તથા તેને નવું નવું જાણવાની અને શીખવાની તાલાવેલી હોય છે પરંતુ જો એમાં સાતત્યતા ન જળવાય તો તે ઝડપથી શીખેલું ભૂલી જાય પણ છે અને તેની સ્મૃતિપટ પર અન્ય વિચારોની અસર થાય છે.  
  પાટણ જિલ્લાની દિયોદરડા શાળાના શિક્ષકમિત્રોદ્વારા એક નવતર શૈક્ષણિક ઇનોવેશન અમલમાં મૂકેલ છે.શાળાએ ગામમાં ‘મહોલ્લા શિક્ષક મિત્ર’ યોજના બનાવી છે.આ યોજનાના લાભાર્થી જૂથ ધોરણ: ૧ થી ૫ ના વિધ્યાર્થીઓ છે.  આ યોજનામાં ગામના દરેક મહોલ્લામાં શાળાના  ધોરણ:૬ થી ૮ ના  વિધ્યાર્થીઓ ,નિવ્રુત શિક્ષકો,ભૂતપૂર્વ વિધ્યાર્થીઓ,ગ્રામ પંચાયતના સભ્યો, શાળા મેનેજમેન્ટ સમિતિના સભ્યોને ‘મહોલ્લા શિક્ષક મિત્ર’ બનાવવામાં આવેલ છે.

   રાજ્ય સરકાર દ્વારા સવારે ૮:૦૦ વાગ્યાથી દૂરદર્શન ચેનલના માધ્યમથી   અભ્યાસક્રમ પ્રસારીત કરવામાં આવે છે આ સમયે  આ ‘મહોલ્લા શિક્ષક મિત્ર’ પોતાના ફળિયાના વિધ્યાર્થીઓની હાજરી પૂરવી,કાર્યક્રમ દરમિયાન શાંતિ જળવાય અથવા નાના ધોરણના વિધ્યાર્થીઓ માટે પ્રસારિત થયેલ કાર્યક્રમમાં બાળકને કોઇ મુશ્કેલી હોય  તો ‘પિયરગ્રુપ લર્નિંગ’  દ્વારા સમસ્યાના ઉકેલ માટે પ્રયત્ન કરે છે.આદરમિયાન દરેક મહોલ્લામાં માત્ર પાંચ કે આઠ વિધ્યાર્થીઓ માટે એક મહોલ્લા શિક્ષક મિત્ર હોવાના કારણે સામાજિક અંતર પણ  જાળવી શકાયછે. શાળા અને બાળકો વચ્ચે    સેતુનું કામ  ‘ મહોલ્લા શિક્ષકમિત્ર ‘ કરશે.
 આ મહોલ્લા શિક્ષકમિત્ર દરરોજ શાળાના શિક્ષક મિત્રો સાથે વ્હોસ્ટએપ્પ  અથવા ટેલિફોનથી  સંપર્કમાં હોવાના  કારણે બાળકોને પડતી મુશ્કેલીઓમાં  માર્ગદર્શન આપશે. બાળકોને વર્ચ્યુઅલનીસાથે સાથે  વાસ્તવિક શિક્ષણ આપવામાં આ મિત્રોના સહકારથી  શિક્ષણકાર્યને વેગ મળશે. 

Post a Comment

0 Comments